BREAKING NEWS

જામનગર, દ્વારકા, પોરબંદર સહિત ૫૫ સાથે વિદેશ વિઝાના નામે કરોડોની ઠગાઇ

  • December 13, 2025 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વિદેશ જવા વિઝા આપવાના બહાને જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત ૫૫ ઉમેદવારો પાસેથી કર્ણાટક, કેરલા સહિતના ૪ શખ્સોએ રૂ. ૨.૬૮ કરોડની રકમ પડાવી લઇ વિઝા ન આપી છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ નોંધાવતા આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી ગઠીયાઓને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.


શહેરના જામનગર રોડ, નવી કોર્ટ બિલ્ડીંગ પાસે આવેલ શ્રીજી પાર્ક-૧, બ્લોક નં. ૫ પરશુરામ પાર્કની બાજુમાં રહેતા અને વર્ક વિઝા ક્ધસલટન્સીને લગતા કામ કરતા મીતલબેન વિનયકુમાર સુરજીવાળાએ આર્થિક ગુના નિવારણ શાખામાં કર્ણાટકના મોહમ્મદ ઉવૈસ, કેરલાના અબ્દુલ લતીફ નૈનાથારમ વીટલ, સહાનાબાનુ નૈનાથારમ વીટલ અને ઇમુલ સહાના તથા તપાસમાં ખુલે તે તમામ સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યુ હતું કે વર્ષ ૨૦૨૪ના જાન્યુઆરીમાં મોહમ્મદે મને કહયુ કે આર્મફલાય પ્રા.લી. કંપની પાસે સ્લોવાકીયા દેશ (યુરોપ)ના વેરહાઇસમાં ભાઇઓ માટે ડ્રાયફ્રુટ પેકેજીંગ અને બહેનો માટે લેબલીંગ અને સ્કેનીંગનું કામ કરવા ૧૦૦ ઉમેદવારોની જરૂરીયાત છે. 


જેનો વ્યકિત દીઠ ખર્ચ ૪.૨૦ લાખ તથા ૩ માસમાં વિઝા આપવાની વાત કરેલ હોય જેથી અમે ૬૦ ગ્રાહકોને સ્લોવાકીયા દેશ (યુરોપ) મોકલવા આર્મફલાય પ્રા.લી. કંપનીને દસ્તાવેજો મોકલેલ અને ગ્રાહકો પાસેથી લીધેલા રૂ. ૧૯ લાખ મોહમ્મદ ઉવૈશના વિવિધ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, બાદ શખસ અમારા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવેલ અને ઓફર લેટર આપવાની વાત કરી ૫૯ લખાની માંગણી કરતા ફરી તેને ટ્રાન્સફર કર્યા હતા, તેમજ ૯૦ લાખ અમારી ઓફીસે આવી મોહમ્મદ ઉવૈશ લઇ ગયા હતા, ૬૦ ઉમેદવારોમાંથી ૫ લોકો ઉમેદવારી રદ કરાવેલ હતી જેથી ૫૫ લોકોને જ કામગીરી રવાની હતી તમામ ઉમેદવારોના વર્ક કોન્ટ્રાકટ લેટર આપી વધુ ૮૪ લાખની માંગણી કરેલ હોવાથી ફરી શખસના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.


તેમજ અમે જે ૨૫ લાખની રકમ ઉમેદવારો પાસેથી લીધેલ તે પણ શખસને અમારી ઓફીસમાં આપી દીધી હતી બાદ તમામ ઉમેદવારોની વિઝા કરાવી આપવા રકમ ચુકવી હોય હોય છતાં વિઝા સબમીશનની તારીખ ન આપતા અમે તમામ ઉમેદવારોની વર્ક પરમીટ રદ કરવા ઇમેઇલ મોકલતા શખસે કહયુ કે સબમીશનની તાીખ માટે વધુ ૧૮ લાખની માંગણી કરતા આપ્યા હતા બાદ અમે આર્મફલાય પ્રા.લી.ની ઓફીસે જતા શખસે વધુ ૩ લાખ આપવાનુ કહેતા તેની બેંગ્લોરની ઓફીસે આપ્યા હતા. આમ કુલ કટકે-કટકે રૂ. ૧.૮૦ કરોડ ઓનલાઇન તથા ૮૮ લાખ રોકડા મળી કુલ ૨.૬૮ કરોડ તમામ ઉમેદવારોના વિઝા કરવા આપેલ છતા કોઇ ઉમેદવારોની વિઝા સબમીશન કરાવી આપેલ નથી. 


બાદ શખસે કહયુ કે હાલમાં લુથીઆનીયા દેશમાં ૪૫ દિવસમાં ટીઆરસી કાર્ડ કરી આપશે નહીતર ૯૦ દિવસમાં તમામ ઉમેદવારોના પૈસા કરી દેશે પરંતુ પૈસા કે વીઝા ન કરાવી લઇ દ્વારકા, જામનગર અને પોરબંદર સહિત ૫૫ ઉમેદવારો સાથે રૂ. ૨.૬૮ કરોડની ટોળકીએ છેતરપીંડી આચરી હોવાનુ જણાવતા એએસઆઇ વી.જે. ધગલે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ મકરાણી સહિતના સ્ટાફ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application