જામનગર રોજગાર કચેરી દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ યોજાશે
જામનગર રોજગાર કચેરી દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ યોજાશે
October 07, 2025 05:08 AM
જિલ્લા રોજગાર વિનિમય કચેરી જામનગર દ્વારા તા.૦૮/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકથી ટાઉનહોલ જામનગર ખાતે વિકાસ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં રોજગાર કચેરીનાં માધ્યમથી નીમણૂક પામેલ ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે રોજગાર પત્રક વિતરણ કરવામાં આવશે. તથા ઔધોગિક તાલીમ સંસ્થાના આધુનિકરણ માટે વિવિધ ખાનગી કંપનીઓ સાથે MoU અને સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ(PoL) પણ આપવામાં આવનાર છે. તેમ જામનગર જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે....