જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દ્વારા જામનગર ઉતર ૭૮ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત રાજયના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજયમંત્રી તરીકે વરાયેલા રીવાબા જાડેજાના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના હોદેદારઓ, કારોબારી સમિતિના સભ્યઓ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન સહિત વિવિધ સંસ્થાના પ્રમુખ, હોદેદારો, કારોબારી સભ્યો તથા ઉદ્યોગકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
સમારંભની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં રાજયમંત્રીનું સ્વાગત કરતાં જણાવેલ કે સૌ પ્રથમ વખત જ વિધાનસભાની જામનગર ઉતર બેઠક પરથી જંગી બહુમતીથી ચુંટાઈ આવી, સાનો સાથ સૈાના વિકાસને જીવનસુત્ર બનાવી અને સતત લોકોના સર્ંપકમાં રહી, પ્રશ્નો સાંભળી તેના ઉકેલ લાવી અને નાની વયે મંત્રીમંડળમાં રાજયમંત્રી તરીકેનું સ્થાન મેળવી સમગ્ર જામનગર જીલ્લાનું ગૌરવ વધારેલ છે. ત્યારબાદ પ્રમુખ, ઉપપ્રમુખ ધરમભાઈ જોશી તથા મંત્રી મેહુલભાઈ જોબનપુત્રાએ માનનીય મંત્રીનું પુષ્પગુચ્છ અને મીમેન્ટો અર્પણ કરી તથા અન્ય સંસ્થાના પ્રતિનિધીઓએ પણ મંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ હતું.
રાજયમંત્રી એ તેમના વકવ્યમાં તેમના સન્માન બદલ આભારની લાગણી વ્યકત કરી જામનગરના જીવાદોરી સમાન તથા રોજગારલક્ષી બ્રાસઉદ્યોગના કે જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો લોકોને સ્વમાનભેર રોજગારી પુરી પાડે છે તેના વિકાસને અવરોધક વિવિધ પ્રશ્ને સમયાંતરે સંયુક્ત બેઠક યોજી તેનો સાનુકુળ ઉકેલ લાવવા માટે તત્પરતા દાખવી હતી.
રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશન દ્વારા સંચાલિત કોમન મેટલ ટેસ્ટીંગ લેબોરેટરી મેટાલેબ તથા સીએનસી/વિએમસી ટ્રેઈનિંગ સેન્ટરની પણ મુલાકાત લઈ મેટલ ટેસ્ટીંગ સેન્ટર તથા ટેકનીકલ ટ્રેઈનિંગ સેન્ટરની તમામ કાર્યવાહી રસપુર્વક નિહાળી, તલસ્પર્શી માહિતી મેળવી સફળ સંચાલન બદલ સંસ્થાના હોદેદારોને અભિનંદન પાઠવેલ હતાં.
આ સન્માન સમારંભ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવની પરિચય વિધિ ઉપપ્રમુખ ઘરમભાઈ જોશીએ કરેલી, આભાર વિધિ મંત્રી મેહુલભાઈ જોબનપુત્રાએ કરેલ જયારે આ સમારંભને સફળ બનાવવા માટે સહમંત્રી બિપીનભાઈ સોરઠીયા, ખજાનચી હર્ષદભાઈ પી. પણસારા, ઓડીટર અશોકભાઈ સોલંકી તથા એડીટર રાજુભાઈ ગાગીયાએ જહેમત ઉઠાવી હતી.