BREAKING NEWS

જામનગર : હાપા યાર્ડમાં કપાસ, લસણની ધૂમ આવક: ૧૫૫૯૯ ગુણી જણસીનું થયુ વેંચાણ

  • December 25, 2025 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હાપા માર્કેટીંગ યાર્ડમાં કપાસ અને લસણની આવક મબલક થવા પામી છે બુધવારના રોજ કપાસ ૩૫૫૧ અને લસણ ૧૩૮૪ ગુણી આવક નોંધાઇ છે.જયારે સૌથી ઓછી આવક ચોળીની જે ૧ ગુણી એક ખેડુત દ્વારા લાવવામાં આવી હતી. કુલ ૧૫૫૯૯ ગુણી જણસીનું વેંચાણ થયુ હતુ.


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૪૩૫ થી ૪૮૫, ઘઉં ૪૦૦ થી ૫૩૯, મગ ૧૫૧૫ થી ૧૮૨૦, અળદ ૧૦૦૦ થી ૧૨૧૫, તુવેર ૧૦૦૦ થી ૧૩૯૦, મેથી ૫૦૦ થી ૬૦૦,  ચણા ૯૦૦ થી ૧૦૭૦, ચણા સફેદ ૧૧૦૦ થી ૧૬૬૦, મગફળી જીણી ૧૦૦૦ થી ૧૩૮૦, મગફળી જાડી ૧૦૦૦ થી ૧૨૩૦, મગફળી ૬૬ નં. ૧૧૦૦ થી ૧૪૦૦, મગફળી ૯ નંબર ૧૧૦૦ થી ૧૫૭૫, એરંડા ૧૦૦૦ થી ૧૨૪૫, તલી ૧૮૦૦ થી ૨૦૦૦, તલ કાળા ૪૦૦૦ થી ૪૧૦૦, રાયડો ૯૫૦ થી ૧૦૦૦, જીરૂ ૩૪૦૦ થી ૩૯૨૫, અજમો ૧૪૨૫ થી ૩૬૫૦, અજમાની ભૂસી ૪૦ થી ૧૫૦૦, ધાણા ૧૬૦૦ થી ૧૯૦૦, મરચા ૧૦૦૦ થી ૪૦૦૦,  ડુંગળી સુકી ૪૫ થી ૩૦૦, ગમ ગુવાર ૭૦૦ થી ૯૨૦, સોયાબીન ૮૦૦ થી ૯૩૦, કલોંજી ૧૦૦૦ થી ૪૧૦૦ સુધીના ભાવ બોલાયા હતા બુધવાર કુલ જણસ ૧૯૬૬૮ મણ ગુણી ૭૪૮૬ જે ૯૩૨ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે કાળા તલ બીજા ક્રમાંકે જીરૂ અને ત્રીજા ક્રમાંકે મરચા નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application