BREAKING NEWS

જામનગર એસપી સૈની દ્વારા શહેર-ગ્રામ્ય ડીવાયએસપી કચેરીનું ઇન્સ્પેકશન

  • November 18, 2025 12:29 PM 


જામનગરના જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા આજે જામનગર શહેર વિભાગની ડીવાયએસપી કચેરી તેમજ ગ્રામ્ય વિભાગની ડીવાયએસપી કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.


જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શહેર વિભાગની ડીવાયએસપી કચેરીમાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. આર.બી. દેવધા દ્વારા સૌ પ્રથમ એસ.પી. ડો. રવિ મોહન સૈનીનું પુષ્પ ગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.


 ત્યારબાદ બન્ને કચેરીઓમાં નિરીક્ષણની કામગીરી કરવામાં આવી હતી, અને વર્ષ દરમિયાનની પ્રવૃત્તિ અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application