BREAKING NEWS

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના વોર્ડ નં. ૧૩ માં પણ ધારાસભ્ય દિવ્યેશ અકબરીની રાહબરીમાં વિકાસકાર્યોની ભરમાર

  • February 11, 2026 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વોર્ડ- નાં ૧૪ માં જુદા જુદા વિસ્તારોમાં કુલ ૨૦૮.૮૯ લાખના ૪૦ જેટલા વિકાસના કાર્યોના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયા

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી તેઓના વિધાનસભા વિસ્તારમાં જુદાજુદા વોર્ડમાં વિકાસની વણથંભી રફતાર અવિરત ચાલુ રહી છે, અને વોર્ડ નંબર ૭ અને ૮ અને ૧૪ બાદ વોર્ડ નંબર ૧૩ માં પણ એકી સાથે કુલ રૂપિયા ૨૦૮. ૮૯ લાખના ૪૦ જેટલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા.


જેના અનુસંધાને મંગળવાર તારીખ ૧૦ ફેબ્રુઆરીના રોજ સૌપ્રથમ ક્રિષ્ના પાર્ક મેઈન ચોકમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફુલીયા હનુમાન મંદિર પાસે એકીસાથે બે કામો ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.



 ત્યારબાદ રણજીત સાગર રોડ પર આવેલા ગુરુ નાનક મંદિર પાસે એકીસાથે ૬ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, ત્યાર પછી સંત કેવલરામ મંદિર વાળા ચોકમાં અલગ અલગ પાંચ કાર્યોના એકી સાથે ખાતમુહૂર્ત કરી લેવામાં આવ્યા હતા.

​​​​​​​


 જયારે કેનાલ રોડ ભારત ઓટો થી હર્ષદ ગેરેજ પાસેના સમગ્ર વિસ્તારમાં જુદા જુદા ૭ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.



 ત્યારબાદ નેશનલ હાઇસ્કુલ સામે ગુરુદત્તાત્રેય મંદિર પાસે પણ અલગ અલગ પાંચ કામોના ખાતમુહૂર્ત કરી લેવાયા હતા, જયારે સૂરજ બાગની અંદર મેઇન ચોકમાં પણ ત્રણ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જયારે સેન્ટ્રલ બેન્કની સામે ભટ્ટ ફળીમાં પણ અલગ પાંચ કામોના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા હતા.



 ત્યાર પછી પટોળી ફળીના મેઇનચોકમાં ૪ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, તેમજ કિસાન ચોક વિસ્તારમાં સુનિલભાઈ નંદાના ઘર પાસે અલગ અલગ બે કામોના ખાતમુહૂર્ત કરી લેવાયા હતા.


ઉપરોક્ત તમામ વિકાસકર્યોના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય દિવ્યેશ અકબરીનું સ્થાનિક અગ્રણીઓ દ્વારા અભિવાદન કરી ને આવકાર અપાયો હતો. જેઓની સાથે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુર્યા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપના પ્રમુખ બિનાબેન કોઠારી,મહામંત્રી વિજયસિંહ જેઠવા,ભાવેશભાઈ ઠુમ્મર અને મૃગેશભાઇ દવે,વોર્ડ નંબર ૧૩ ના કોર્પોરેટર કેતનભાઈ નાખવા, પ્રવીણાબેન રૂપડીયા, બબીતાબેન લાલવાણી ઉપરાંત  શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, વોર્ડ નંબર ૧૩ ના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ- મહામંત્રી, સ્થાનિક કાર્યકરો, અને અન્ય અગ્રણીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application