ફ્રી શિક્ષણના વર્ષ-૨૦૨૫ના ઓનલાઇન ફોર્મ ભરવાનું કાર્ય શરૂ
જય ભારત સાથ જણાવાનું કે કોગ્રેસની યુ. પી.એ. સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯ માં આર.ટી.ઈ. એકટ અમલ માં લાવા માં આવ્યો હતો. આ કાયદા અનુસાર આર્થિક રીતે નબળા વર્ગ ના તમામ બાળકો ને કોઈ પણ ખાનગી શાળા માં ધોરણ ૧ થી ૮ સુધી ફ્રી માં એડમિશન મળે છે. અને સાથે દર વર્ષે 3000 જેટલી રકમ વિદ્યાર્થીઓના ખાતા માં સ્ટેશનરી અને ડ્રેસ પેટે પણ જમા થાય છે. અને આ યોજના માટે તમામ ખાનગી શાળામાં ૨૫% સીટ અનામત રાખવામાં આવે છે.
આર.ટી.ઈ. 2025 ના ફોર્મ તારીખ ૨૮/૨/૨૫ થી ૧૨/૩/૨૫ સુધી ઓનલાઇન પોર્ટલ પર ભરવાના ચાલુ થયેલ છે. જેના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. જામનગર દ્વારા આર.ટી.ઈ. ના ઓનલાઈન ફોર્મ (નિ શુલ્ક )ભરવા નું હેલ્પ-સેન્ટર, ઝવેર ચેમ્બર, ઓફિસ નંબર ૫૦૨, પાંચમો માળ, અંબર ટૉકીઝ રોડ, માણેક સેન્ટર ની બાજુ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ દરમિયાન ચાલુ કરવામાં આવેલ હતું. જેમાં જામનગર ના વાલીઓ એ માહિતી મેળવવા અને ફોર્મ ભરવા માટે મુલાકાત લીધી હતી.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. દ્વારા આર.ટી.ઈ.ના ફોર્મ ભરવા ની પ્રકિયા દર વર્ષે અંદાજે 10 વર્ષ થી પણ વધુ સમય થી કરવા માં આવી રહી છે.
આ હેલ્પ સેન્ટર માં યુવક કોંગ્રેસ જામનગર ના પ્રમુખ ડો તોષીફખાન પઠાણ, યુવક કોંગ્રેસ ગુજરાત ના મંત્રી શક્તિસિંહ જેઠવા, એન.એસ.યુ.આઈ. ગુજરાત ના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, એન.એસ.યુ.આઈ. જામનગર શહેર ના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, અકીલ મોરવાડીયા, બ્રિજરાજસિંહ સોઢા, પાર્થ ભટ્ટી, પરીક્ષિત જાડેજા, દુષ્યંતસિંહ જાડેજા, શ્રેય પટેલ, દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજિત રાઠોડ, વિશ્વદીપ, મુક્કરમ કુરેશી, આસીફ મોડા વગેરે સેવા આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech