BREAKING NEWS

જામનગર શહેર અને નાઘેડીમાં ઈંગ્લીશ દારૂ અંગે એલસીબીના ગઈ રાત્રે બે સ્થળે દરોડા

  • December 20, 2025 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈંગ્લીશ દારૂ અને રીક્ષા સહિત રૂપિયા બે લાખની માલમતા સાથે બે આરોપીઓ પકડાયા: અન્ય બે ફરાર

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમેં જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં સ્મશાન પાસે સૌપ્રથમ દરોડો પાડ્યો હતો. ત્યાંથી રિક્ષા લઈને નીકળેલા શમીર રજાકભાઈ અન્સારી કે જે જામનગરમાં વૈશાલી નગરમાં રહે છે, જેને આંતરીને તેની રીક્ષાની તલાટી લેતાં રિક્ષામાંથી ૪૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.


આથી પોલીસે ઇંગલિશ દારૂ અને રિક્ષા સહિત રૂપિયા પોણા બે લાખની માલમતા કબજે કરી છે, અને રિક્ષાચાલક શમીર અંસારીની અટકાયત કરી લીધી છે. તેને ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતા આશિકહુસેન મહમદભાઈ ભાયાએ સપ્લાય કર્યો હોવાનું અને નાઘેડીના કિશન ગઢવીએ આ દારૂ મંગાવ્યો હોવાથી તે બંનેને ફરારી જાહેર કર્યા હતા.


 ત્યારબાદ એલસીબીની ટુકડી બંને આરોપીઓને શોધવામાં લાગી ગઈ હતી, અને જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં દાવલશાફળીમાં રહેતા આશિક હુસેન મોહમ્મદભાઈ ભાયાના મકાન પર એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન તેના મકાનમાંથી વધુ ૨૫ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઇંગલિશ દારૂ કબજે કરી લઇ આશિક ભાયાની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂ પડધરી નજીક રહેતા પુનિત દાણીધાર દ્વારા સપ્લાય કરાયો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, અને તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application