ભાવનગર ખાતે ચાલી રહેલી ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની મેયર ઇલેવને વડોદરાની મેયર ઇલેવનને ૭ વિકેટે કારમો પરાજય આપીને સીધો સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જામનગરની ક્રિકેટ ટીમના કપ્તાન કેતન નાખવાએ આક્રમક અંદાજમાં ૭ ચોગ્ગા ફટકારી અણનમ ૫૦ રન બનાવ્યા હતાં જયારે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના ૨૨ અને જીતેશ શીંગાળાના ૨૮ રનની મદદથી જામનગરની ટીમે માત્ર ૧૪ ઓવરમાં ૩ વિકેટે ૧૨૮ રન બનાવીને મેચ જીતી લીધો હતો.
ગઇકાલે ભાવનગર ખાતે રમાયેલી જામનગર અને વડોદરાની ક્રિકેટ ટીમમાં વડોદરાએ ટોસ જીતીને બેટીંગ કરી ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૭ રન બનાવ્યા હતાં, ત્યારબાદ જામનગરની ક્રિકેટ ટીમે દાવની શરૂઆત કરી હતી, ઓપનર દિવ્યેશ અકબરીના ૨૨, કેપ્ટન કેતન નાખવાના અણનમ ૫૦, જીતેશ શીંગાળાના ૨૮ અને ધર્મરાજસિંહ જાડેજાના ૧૨ રન મુખ્ય હતાં, આમ જામનગરની ટીમે મેચ જીતી લીધો હતો. આવતીકાલે આજે જે ટીમ રમશે તેમાં જે ટીમની જીત થશે તે જામનગરની ટીમ સાથે મેચ રમશે. આવતીકાલે સેમીફાઇનલ મેચ રમાશે તેમ ટીમના મેનેજર અને ચેરમેન નિલેશ કગથરાએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application