ખેલ મહાકુંભમાં જામનગર જિલ્લાની અંડર૧૪ બહેનોએ કર્યો જીતનો ગોલ

  • May 15, 2025 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયકક્ષાની ખેલ મહાકુંભ ફૂટબોલ સ્પર્ધા તા.૯ થી ૧૩ દરમ્યાન ગોધરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાઇ હતી. જેમાં જામનગર જિલ્લાની અંડર ૧૪ બહેનો ચેમ્પીયન બનીને જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સેમીફાઇનલમાં વલસાડની ટીમ સામે ચાર ગોલથી મેચ જીતીને રંગ રાખ્યો જયારે ફાઇનલમાં બનાસકાંઠાની ટીમને પેનલ્ટી શુટઆઉટમાં ૩-૨ ગોલથી પરાજીત કરીને જામનગરની ટીમ ચેમ્પીયન બની હતી. 


પ્રથમ મેચમાં તાપી સામે ૧૧ ગોલથી, બીજા મેચમાં પાટણ સામે ૧ ગોલથી, ત્રીજા મેચમાં બરોડા સામે ૨ ગોલથી અને સેમિફાઇનલમાં વલસાડ સામે ૪ ગોલથી મેચો જીતીને આપણી બાળાઓએ ખૂબ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.


ત્યારબાદ ફાઇનલમાં બનાસકાંઠા સામે એક એક ગોલથી મેચ બરાબરી ઉપર રહેતા, પેનલ્ટી શૂટ આઉટમાં ૩-૨ ગોલથી જામનગર ટીમ ચેમ્પિયન બનેલ છે.


કાલાવડની  આ નાની નાની છોકરીઓએ ગુજરાત રાજ્યમાં, ખેલમહાકુંભમાં ચેમ્પિયનશીપ મેળવીને, જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે. આની પાછળ કોચ શ્રી આદિત્ય પીપરિયાએ ખૂબ જહેમત ઉઠાવી છે.
​​​​​​​

વિજેતા ટીમને જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ  ધનરાજભાઈ નથવાણી, અને સાંસદ પુનમબેન માડમ તથા સેક્રેટરી  આનંદભાઈ માડમે  ચેમ્પીયન બનેલી ટીમને શુભેચ્છા પાઠવી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application