જામનગર જિલ્લામાં કાલે ખાસ સધન સુધારણા કાર્યક્રમ હેઠળ વિશેષ કેમ્પનું આયોજન
જામનગર જિલ્લામાં કાલે ખાસ સધન સુધારણા કાર્યક્રમ હેઠળ વિશેષ કેમ્પનું આયોજન
November 15, 2025 05:56 PM
તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે.
લોકોને ગણતરી ફોર્મ ભરવામાં સરળતા રહે તે હેતુથી જામનગર જિલ્લામાં આગામી તા.૧૫-૧૬ નવેમ્બર અને તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સબંધિત ભાગના બુથ લેવલ ઓફીસર તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ વિશેષ કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન ઇકઘ ની મદદથી મેપીંગ / લીન્કીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય તેમજ વર્ષ ૨૦૦૨ની મતદારયાદી શોધવામાં પણ બીએલઓ મદદરૂપ થશે.
સમગ્ર જામનગર જિલ્લામાં આયોજિત મતદાન મથકો પર યોજાનાર આ કેમ્પનો મહત્તમ લોકોએ લાભ લેવા માટે અને ગણતરી ફોર્મ ભરવામાં જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે.