જામનગર જિલ્લામાં બાળકો જન્મે છે તેની સામે તરત મૃત્યુ પામે છે તેઓ ચોંકાવનારો રિપોર્ટ તાજેતરમાં મળેલી ચિંતન શિબિરમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, સામાન્ય રીતે સમાજમાં દિકરી કરતા દિકરાના જન્મનો હરખ વધુ રહેતો હોય છે, પરંતુ આ રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે બાળકી કરતા બાળકોનું પ્રમાણ મૃત્યુમાં વધારે છે, જામનગર જિલ્લામાં એક હજાર બાળકો જન્મે છે તેની સામે ૪૫ના મોત થાય છે જયારે દેવભુમિ દ્વારકા જિલ્લામાં ૪૨ના મૃત્યુ થાય છે. આ રિપોર્ટ ચિંતન શિબિરમાં મુકાયો હતો અને બાળ મૃત્યુદર અંગે ખુલાસો પણ કરાયો હતો.
રાજયમાં દિકરીની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે, સરકાર દ્વારા બેટી બચાવો કાર્યક્રમ યોજવામાં આવે છે જયારે તાજેતરમાં કલેકટર, ડીડીઓ અને સચીવ તેમજ મંત્રીઓ સહિતની ઉપસ્થિતિમાં ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ આ રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. એક વર્ષમાં ૬૨૮૪ બાળકોના વિવિધ તકલીફને કારણે મૃત્યુ થયા છે. જામનગર શહેર-જિલ્લામાં પણ ૧૦૦૦ બાળકોના જન્મ સામે એવરેજ મૃત્યુ આંક ૪૫ થયો છે તે અંગે પણ વિચારવાની જરૂર છે.
આ ચોંકાવનારા રિપોર્ટમાં એવી માહિતી આપવામાં આવી છે કે, મૃત્યુ પામનારાઓમાં છોકરી કરતા છોકરાઓનું પ્રમાણ ૨૫ ટકા વધુ છે, ૫૦ ટકા બાળકોના જન્મના ૭ દિવસમાં જ મૃત્યુ પામે છે, મહત્વની વિગત તો એ છે કે, મૃત્યુ પામતા ૭૧ ટકા નવજાત શીશુ જયારે મહીલાઓની ઘેર ડીલેવરી કરાવવામાં આવે છે ત્યારે જ મૃત્યુ પામે છે. એટલે કે ઘરમાં જયારે પ્રસ્તુતી કરવામાં આવે છે ત્યારે વધુ નવજાત શીશુના મોત થાય છે.
બાળકોના જન્મ થાય છે તેના થોડા જ દિવસોમાં મૃત્યુના કિસ્સા વધે છે તેમાં જામનગર જિલ્લો મોખરે છે, રાજકોટનો ક્રમ પાંચમો આવે છે, આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, શહેરી વિસ્તારમાં જન્મની સાથે મૃત્યુ દર વધુ છે, કેટલાક કિસ્સાઓમાં બાળક બચી ગયા બાદ ઝડપથી તંદુરસ્ત પણ બની જાય છે જયારે આદિવાસી ક્ષેત્રમાં મૃત્યુનો દર વધારે છે અને દરીયાઇ પટ્ટીના વિસ્તારોના ગામોમાં કેટલાક નવજાત શીશુમાં કુપોષણ વધુ જોવા મળ્યું છે.
સમગ્ર ગુજરાતની વાત લઇએ તો છેલ્લા બે દાયકામાં જન્મની સાથે મૃત્યુનું બાળકોનું પ્રમાણ થોડુ ઘટયું છે, ૨૦૨૫માં ૧૦૦૦ બાળકોના જન્મ સામે ૫૪ના મોત થયા હતાં, અન્ય રાજયમાં કેરળમાં મૃત્યુ આંક ઓછો છે જેમાં ૧૦૦૦ બાળકો જન્મે છે અને સરેરાશ ૫ બાળકોના મૃત્યુ થાય છે, એવી પણ વિગતો બહાર આવી છે કે, ગુજરાતમાં ઓછા વજનથી જન્મતા બાળકોની સંખ્યા વધુ છે તે ખુબ જ ચિંતાજનક છે, જન્મેલા ૬૬ ટકા બાળકોમાં વજન ઓછુ હોવાનું અને આવા ઓછા વજનવાળા ૩૫ ટકા બાળકો ૭ દિવસમાં મૃત્યુ થાય છે અને ૨૫ થી ૩૦ ટકા બાળકો જન્મની સાથે જ ન્યુમોનીયાને કારણે મોત થયાનું બહાર આવ્યું છે. ચિંતન શિબિરમાં આ પ્રકારનો ગંભીર રીપોર્ટ મુકવામાં આવ્યો છે તે રિપોર્ટમાં કેટલીક ચિંતાજનક બાબત પણ જોવા મળી છે.