અમદાવાદ, સુરત એરર્પોટ પરથી વિદેશથી આવતા શખ્સો પાસેથી ડ્રગ્સ, માદક પદાર્થનો જથ્થો અવારનવાર મળી આવે છે દરમ્યાનમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એર્પોટ પર જામનગરના એક શખ્સને ૩.૯૦ કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે કસ્ટમ વિભાગે પકડી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદ એરર્પોટ પર ડ્રગ્સ હેરાફેરીનો વધુ એક પર્દાફાસ થફો છે બેંગકોકથી એર એશીયન ફલાઇટમાં આવેલા જામનગરના પેસેંજર કિશોર વિનોદભાઇ ચૌહાણ પાસેથી ૩૯૨૪ કિલો હાઇબ્રીડ ગાંજો જેની અંદાજે કિંમત ૩.૯૦ કરોડ થાય છે આ ગાંજો કસ્ટમ વિભાગે ઝડપી પાડયો છે.
વધુમાં મળેલી વિગત મુજબ ગઇ કાલે સવારે ફલાઇટ નંબર ૧૪૪માં આવેલા જામનગરના કિશોરની શંકમસ્પદ હિલચાલના આધારે પુછપરછ કરવાામાં આવી હતી તપાસ દરમ્યાન તેના સામાનમાંથી પ્લાસ્ટિકમાં છુપાવેલા આઠ મોટા પેકેજ મળી આવ્યા હતા જેમાં અંદાજે ૧૨૦ જેટલા નાના પાઉચમાં હાઇબ્રી ગાંજો ભરેલો હતો.
આરોપીએ કબુલાત કરી હતી કે તેને બેંગકોકમાં વિવેક નામના વ્યકિતએ આ જથ્થયો આપ્યો હતો અને એરર્પોટની બહાર ફોટો જોઇને કોઇ વ્યકિત ડીલેવરી લેવા આવવાની હતી. આથી આ દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે જાન્યુઆરીથી ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં અમદાવાદ અને સુરત એરર્પોટ પરથી કુલ ૩૦૦ કરોડથી વધુનો ગાંજો અને કોકેનનો જથ્થો જપ્ત કરાયો છે અને ૧૫ જેટલા કેરીયરોની ધરપકડ કરવામાં આવી છે.