૨૦૨૫ના અંતીમ દિવસે જામનગર જીલ્લામાં પડેલ માવઠા બાદ આજે એકાએક તાપમાનનો પારો ૨ ડીગ્રી ઘટતા શહેર અને જીલ્લામાં શીત લહેર ફરી જવા પામી છે આજ સવારથી શહેરીજનો સ્વેટર, મફલરમાં લપેટાયા જોવા મળ્યા હતા.
આ મોસમમાં પ્રથમ વખત તાપમાનનો પારો ૧૨ ડીગ્રીએ પહોંચતા ખાસ કરીને સવારની પાળીમાં સ્કુલે જતા બાળકો ઠંડીને કારણે ઠુઠવાઇ જવા પામ્યા હતા ઠેર ઠેર વહેલી સવારથી તાપણાના દર્શયો જોવા મળી રહ્યા હતા ખાસ કરીને શીત લહેરના કારણે પશુ-પંખીની હાલત કારતક, માગશરમાં નહીવત ઠંડી પડી હતી આજે પોષ મહિનાની પુર્ણીમાના દિવસે એકાએક તાપમાનનો પારો મોસમમાં પ્રથમ વખત ૧૨ ડીગ્રીએ પહોંચતા શહેરીજનોને શિયાળાનો અહેસાસ થયો છે.