પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ : સાંસદ પૂનમબેન માડમ: પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ:મેયર,શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ પાંચ સેવા પ્રકલ્પો હાથ ધરાયા
શહેરના ઉત્સાહી રક્તદાતાઓના માધ્યમથી ૫૫૧ બોટલ રક્ત એકત્ર થયું: બાકી રહેલા ૬૧ કુપોષિત બાળકોને દત્તક લેવાયા
શહેરના બહેનોમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ અર્થે પ્રારંભ કરાયેલા સેવા પ્રકલ્પમાં પણ શહેરના અનેક બહેનોએ જાગૃતિ દાખવીને જોડાયા
અતિ મહત્વના 'કેચ ધ રેઇન' પ્રોજેક્ટની જામનગરના ૩,૦૦૦ ઉદ્યોગએકમો માં અમલવારી કરાવવા સંકલ્પ કરાયો

જામનગર તા ૧૫, જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ધારાસભ્ય બન્યા પછી પોતાના અગાઉના ત્રણેય જન્મ દિવસ ની ઉજવણી વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરીને જ કરવામાં આવી હતી, તે પરંપરા આ વખતે ૧૪મી જાન્યુઆરીએ જન્મદિવસે અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને વિવિધ પાંચ સેવા પ્રકલ્પોની સાથે જ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી આર.સી.ફળદુ, સાંસદ પૂનમબેન માડમ,પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર,પૂર્વ સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તેઓની ઉપસ્થિતિમાં વધુ ૬૧ બાકી રહેલા કુપોષિત બાળકોને દત્તક લેવાયા હતા, બહેનોમાં બ્રેષ્ટ કેન્સરની જાગૃતિ માટે મેમોગ્રાફી-સ્ક્રીનીંગ સહિતના સેવા પ્રકલ્પને વધુ આગળ ધપાવાયો હતો, ઉપરાંત અતિ મહત્વના પ્રોગ્રામ કેચ ધ રેઇન અંતર્ગત જામનગરના ૩,૦૦૦ જેટલા એકમોમાં તેની અમલવારી કરવાનો નિર્ધાર કરાયો હતો, સાથોસાથ પ્લાસ્ટિક મુક્ત અભિયાન ના અનુસંધાને કપડાંની બેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નગરના ઉત્સાહી રક્તદાતાઓની મદદથી ૫૫૧ બોટલ રક્ત એકત્ર થયું હતું, જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ની બ્લડ બેન્કમાં દર્દીઓના ઉપયોગ માટે જમા કરાવવામાં આવ્યું છે.

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ ધારાસભ્ય બન્યા પછી ગઈકાલે ૧૪ મી જાન્યુઆરીને મકરસંક્રાંતિના પર્વ ના દિવસે ચોથો જન્મદિવસ પાંચ વિવિધ સેવા પ્રકલ્પોની સાથે ઉજવવામાં આવ્યો હતો. સેવાકીય પ્રકલ્પોના ભાગ રૂપે જન્મદિવસની ઉજવણી અંતર્ગત જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સમાજમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ પ્રદેશપ્રમુખ આર.સી.ફળદુ ઉપસ્થિત રહ્યા હતા, તેઓની સાથે સાંસદ પૂનમબેન માડમ,પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ,ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા,હાપા યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા ,જામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા મેરામણભાઇ ભાટુ, જિલ્લા ભાજપના મહામંત્રી અભિષેક પટવા, નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, વાઇસ ચેરમેન દિનેશભાઈ આલ, ગોવા શિપ યાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, પવન હંસના ડાયરેક્ટર અમીબેન પરીખ, જામનગર શહેર જિલ્લાના પૂર્વ ધારાસભ્યો, નગરના પૂર્વ મેયર, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ, ડિસ્ટ્રીકટ કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર જમનભાઈ ભંડેરી, ફેસ ૨ ના પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ખોડલધામના નાથાભાઈ મૂંગરા અને મયુરભાઈ મૂંગરા, ખોડલધામ સમિતિના અન્ય આગેવાનો,સતવારા સમાજના આગેવાનો,લુહાર સમાજના આગેવાનો,વિશ્વકર્મા બાગના સૌ હોદેદારો,રણજીત નગર વેપારી મહામંડળના હોદ્દેદારો, શહેર ભાજપ સંગઠનના હોદેદારો, અલગ અલગ વોર્ડના કોર્પોરેટર, શહેર ભાજપના તમામ વોર્ડ પ્રમુખ તથા કાર્યકર્તાઓ, તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો, વેપારીઓ સમાજના અન્ય શ્રેષ્ઠીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, અને ધારાસભ્ય દિવ્યેશભાઈ ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

સર્વપ્રથમ ધારાસભ્ય દિવ્યેશ અકબરી એ પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો, અને લોકો પ્લાસ્ટિકની બેગ નો ઉપયોગ છોડીને તે સિવાય કપડાં સહિતની અન્ય બેગનો ઉપયોગ કરે, તે માટે વિશેષ પ્રકારની બેગ ધારાસભ્ય દ્વારા તૈયાર કરાઈ હતી, અને તેનું વિતરણ શરૂ કરાયું હતું.
આ ઉપરાંત ૭૯- વિધાનસભા વિસ્તાર માં આવેલી જુદી જુદી આંગણવાડીના નવા આવેલા ૬૧ કુપોષિત બાળકોને પણ દત્તક લેવાયા હતા, અને તમામ બાળકોને સુપોષિત કરવાની ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવી હતી, અને તેઓને જરૂરી આરોગ્ય લક્ષી સુપોષણ કીટનું વિતરણ કરાયું હતું.

આ ઉપરાંત જામનગર શહેરના બહેનોમાં બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ આવે, તે સંદર્ભમાં નગરના બહેનોના મેમોગ્રાફી- સ્ક્રીનિંગ સહિતનો પ્રકલ્પ બે વર્ષ થી શરૂ કરાયો હતો, જેને આ વખતે પણ વધુ વેગવંતો બનાવાયો છે. જેમાં પણ વધુ ને વધુ બહેનો જોડાઈ ને જાગૃતિ દાખવી છે, ઉપરાંત જન સંપર્ક કાર્યાલયમાં રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા અવીરત ચાલુ રખાઇ છે.
કેચ ધ રેઇન પ્રોજેક્ટને જામનગરના -૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં અમલી બનાવવા માટે આજના દિવસે સંકલ્પ કરાયો હતો અને ૩,૦૦૦ જેટલા એકમોમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ દ્વારા અમલવારી કરાવવામાં આવશે તેનો પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસ નિમિત્તે સતત ચોથા વર્ષે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર શહેરના ખૂબ જ ઉત્સાહી એવા ૫૫૧ થી વધુ રક્તદાતાઓ દ્વારા મહા રક્તદાન કરવામાં આવ્યું હતું, અને ૫૫૧ બોટલ રક્ત એકત્ર કરાયું છે, જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના દર્દીઓની સારવાર માટે જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્ક માં જમા કરાવી દેવાયું છે.
