BREAKING NEWS

જામનગરના ફલાય ઓવરનો રીકવરી રેટ ૯૭ ટકા: મજબુત છે

  • November 22, 2025 01:21 PM 



જામનગર શહેરમાં રૂ.૨૨૯.૯૯ કરોડના ખર્ચે ફલાય ઓવર બની ચૂકયો છે, સોમવારે તા.૨૪ના રોજ સવારે ૧૦ વાગ્યે રાજયના મુખ્યમંત્રીના હસ્તે તેનું ઉદઘાટન થવાનું છે ત્યારે ફલાય ઓવર વિશે સ્પષ્ટતા કરતા જામ્યુકોના અધિકારીઓએ કહ્યું છે કે, જામનગરના ફલાય ઓવરનો રિકવરી રેટ ૯૭ ટકા છે જેથી આ ફલાય ઓવર ખુબ જ મજબુત છે, જેનો રિકવરી રેટ ૯૦ ટકાથી વધુ હોય તો સ્પેન સંતોષકારક માનવામાં આવે છે ત્યારે ૯૭ ટકા પરીણામ સ્ટ્રકચરલ અને સુરક્ષીત હોવાનું સુચવે છે ત્યારે આ આધારે બ્રિજની કાર્યક્ષમતા, સ્થિરતા અને સેવા સુરક્ષા માટે લોકોએ ચિંતા કરવાની કોઇ જરૂર નથી તેમ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ જણાવ્યું છે. પહેલા આજકાલ અને ત્યારબાદ કોર્પોરેટર જૈનબબેન ખફી દ્વારા ઉઠવાયેલા સવાલો ઉપર સ્પષ્ટતા કરતા જામ્યુકોના અધિકારીઓએ જણાવ્યું હતું. 


એક સ્પષ્ટતામાં બ્રિજ એકક્ષપાન્સન જોઇન્ટ ગેપ અંગે કેટલાક સવાલો ઉઠાવાયા હતાં, તેના જવાબમાં જણાવાયું હતું કે, બ્રિજ સ્ટ્રકચરમાં એકક્ષપાન્સન જવોઇન્ટનું મુખ્ય કાર્ય તાપમાન પરીવર્તન શ્રીન્કેજ કીપ તથા વાહન ભારના અસરકારક ટ્રાન્સફર દરમ્યાન પ્રિકાસ્ટ ક્રોંકીટ સ્લેબ વચ્ચે ઉપજતા લોંન્ગિટયુડીનલ મુવમેન્ટને સોસી લેવાનું છે તે મુજબ વર્તમાન જોઇન્ટ ગેપનું મુલ્યાંકન કરવામાં આવ્યું છે, ડીઝાઇન નોર્મસ મુજબ આ પ્રકારના જોઇન્ટ માટે ઋતુ પરીવર્તનને ઘ્યાનમાં લઇ મીનીમમ અને મેકસીમમ મુવમેન્ટ રેન્જ નકકી કરવામાં આવે છે, હાલમાં જોવાયેલ ગેપ આ ડીઝાઇન મુવમેન્ટ રેન્જની સ્વીકાર્ય મર્યાદામાં આવે છે. 


જામ્યુકોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં જોવાયેલ ગેપ આ ડીઝાઇન મુવમેન્ટ રેન્જની સ્વીકાર્ય મર્યાદામાં આવે છે, નિરીક્ષણ દરમ્યાન કોઇપણ પ્રકારની સ્ટ્રકચરલ ડીસટ્રેસ બેરીંગ મીસ અલાઇમેન્ટ, સ્લેબ ફેકસ અથવા અસામાન્ય ચિન્હો જોવા મળ્યા નથી જેથી વર્તમાન ગેપ ડીઝાઇન નોર્મ સાથે સુસંગત ફંકશનલ રીતે સલામત અને સુરક્ષીત બ્રિજ છે, સંબંધીત સ્પેનનું લોડ ટેસ્ટીંગ આઇઆરસી માર્ગદર્શીકા મુજબ કરવામાં આવ્યું છે જેના પરીણામોમાં ડીફલેકશન અને સ્ટ્રેઇન ડીઝાઇન મર્યાદામાં આવેલ છે જેનો રિકવરી રેટ ૯૭ ટકા પ્રાપ્ત થયો છે જે આઇઆરસી દ્વારા નકકી કરાયેલ સ્વીકાર્ય મર્યાદા કરતા વધુ ઉત્તમ છે, જયારે ૯૭ ટકાનું પરીણામ છે જે સ્ટ્રકચરલ પરર્ફોમન્સ ઉત્તમ અને સુરક્ષીત હોવાનું સુચવે છે.


આ આધારે બ્રિજની કાર્યક્ષમતા, સ્થિરતા સેવા સુરક્ષા બાબતે કોઇ ચિંતા કરવાની જરૂર નથી તેમ મ્યુ.કમિશ્નરે પણ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, એક્ષાપાન્સન જોઇન્ટ ગેપ ડીઝાઇન મર્યાદામાં છે અને બ્રિજના લોડ ટેસ્ટ પરીણામ સંપૂર્ણપણે સંતોષકારક છે, સ્ટ્રકચરમાં કોઇ અવ્યવસ્થા કે જોખમજનક પરિસ્થિતિ જોવા મળતી નથી તેમ અંતમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application