BREAKING NEWS

જામનગર : જામ્યુકો દ્વારા શહેરમાં નજીકના ભવિષ્યમાં સ્ટ્રીટ વેન્ડર પોલીસી લાવવા અને સાયન્ટિફિક સર્વેની પણ તૈયારી

  • December 24, 2025 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેરમાં વસ્તી વધારાની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનતી જાય છે, ત્યારે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા પ્રતિદિન સ્ટ્રીટ વેન્ડર સહિતના ધંધાર્થીઓ સામે અવિરત ઝુંબેશ ચલાવે છે, જેના ભાગરૂપે આજે સ્ટ્રીટ વેન્ડરો મહાનગરપાલિકાની કચેટીએ રજૂઆત માટે પહોંચ્યા હતાં, જે દરમિયાન ડી.એમ.સી. દ્વારા સર્વેને હૈયાધારણા આપી ભવિષ્યમાં જામનગરમાં સ્ટ્રીટ વેન્ડર પોલીસી અમલમાં લાવવા અને તે બાબતમાં સાયન્ટિફિક સર્વે કરવાની પણ મહાનગરપાલિકાનું તંત્ર વિચારણા કરી રહ્યું છે, તેમ જણાવીને ત્યાં સુધી ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે વ્યવસાય કરવા અને મહાનગરપાલિકાની ટીમને સહયોગ આપવા અપીલ કરી છે.


જામનગર શહેરની વસ્તી દિન પ્રતિદિન વધતી જાય છે અને હાલ આઠ લાખ સુધી વસ્તી પહોંચી ગઈ હોવાનું જણાવીને ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા દ્વારા વધુમાં જણાવાયું છે કે શહેરમાં અનેક નાના મોટા રસ્તાઓ પહોળા કરવા માટે તેમજ ટીપી ડીપી સહિતની પ્રક્રિયાઓ ચાલી રહી છે અને વસ્તી વધારાની સાથે સાથે ટુ-વ્હીલર અને ફોરવીલર વાહનોનો પણ અત્યંત વધારે થતો હોવાથી ટ્રાફિક નિયંત્રણ લાવવા માટે સમયાંતરે એસ્ટેટ શાખા દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
​​​​​​​

આગામી દિવસોમાં જામનગર શહેરમાં જાહેર સ્થળો જેવા કે જાહેર માર્ગો અથવા તો અન્ય કોઈ પ્લોટ વગેરે સ્થળોનું સાયન્ટિફિક સર્વે કરાવી લીધા બાદ અને તેની સમય મર્યાદા વગેરેનું પણ સર્વે કર્યા બાદ જે સ્થળે જગ્યા અનુકૂળ રહેશે, તે અંગેની સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં મુકાશે, ત્યારબાદ સર્વે માટે મહાનગરપાલિકાનું તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપશે. ત્યાં સુધી મહાનગરપાલિકાના તંત્રની કાર્યવાહીમાં સહયોગ આપવા માટે ડીએમસી દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News