જામનગર શહેરમાં દિન-પ્રતિદિન પ્રદુષણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રદુષણની અસરોનો સામનો કરવા માટે નેશનલ એર કલીયર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત જામનગર મહાપાલીકા દ્વારા રૂ.૨૦ કરોડના ખર્ચે શહેરની પ્રદુષણ મુકત બનાવવા માટે એક એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે જેમાં વિવિધ કામગીરી કરવામાં આવશે, ઘન કચરાના દહનની કામગીરીને નિયંત્રણ કરાશે, શહેરમાં વૃક્ષારોપણ અને ગ્રીન બફરની કામગીરી કરાશે તેમ ગઇકાલે યોજાયેલી પત્રકાર પરીષદમાં મેયર વિનોદ ખીમસુરીયાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૦૨/૦૬/૨૦૨૫ ના ઠરાવથી વાયુ પ્રદુષણની પ્રતિકુળ અસરોનો સામનો કરવા માટે વર્ષ ૨૦૧૯ માં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા "નેશનલ ક્લીન એર પ્રોગ્રામ" શરૂ કરવામાં આવ્યો હતો. જેનો હેતુ વર્ષ ૨૦૨૬ સુધીમાં પીએમ૧૦ અને પીએમ.૫ સ્તરોમાં ૪૦% ઘટાડો હાંસલ કરવાનો હતો. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના ભારતના કુલ ૧૩૧ શહેરોનો સમાવેશ કરવામાં આવેલ હતો. સદરહુ પ્રોગ્રામમાં સંસ્થાકીય મજબૂતીકરણ, નોલેજ ડેટાબેઝ અને શમન ક્રિયાઓ પર ભાર મુકવામાં આવેલ હતો.
"નેશનલ ક્લીન એર પ્રોગ્રામના તર્જ પર રાજ્ય સ્વચ્છ હવા એક્શન પ્લાન થકી રાષ્ટ્રીય પ્રયાસોને પુરક બનાવવા ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા તથા ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાઓને સ્વચ્છ હવા એક્શન પ્લાન માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા નાણાકીય સહાય પુરી પાડવા અનુસંધાને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૨૦.૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ માર્ગદર્શિકા મે-૨૦૨૫ અંતર્ગત એનેક્ષર-૪ માં મુખ્યત્વે નીચે મુજબના મુદાઓનો સમાવેશ થાય છે.
સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ માર્ગદર્શિકા મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ કોમ્પોનેન્ટ અંતર્ગતની કામગીરીઓ અનુસંધાને નીચે મુજબની કામગીરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
વાયુ પ્રદૂષણના સ્ત્રોતની જાણકારી તથા અભ્યાસ
જામનગર શહેરમાં બે સ્થળોએ કેપેક્ષ અને ૩ વર્ષના ઓપેક્ષ સાથે અચ મોનિટરિંગ સિસ્ટમ અને ડિસ્પ્લે સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની કામગીરી માટે શહેરોને સહાય (અચ લો-કોસ્ટ સેન્સર સાથે ડિજિટલ ડિસ્પ્લે) -રૂ.૫૦લાખ પ્રતિ સ્ટેશન ૨ શહેરોને પ્રદૂષણના સ્ત્રોતના ફબવ અભ્યાસ માટે સહાય.
શહેરમાં વાહનવ્યવહારથી થતા વાયુ પ્રદૂષણનાં નિયંત્રણ માટેની કામગીરી
વાયુ-પ્રદૂષણના સ્થળોએ હવાની ગુણવત્તા સુધારવા માટે વોલ-ટુ-વોલ કાર્પેટ માટે નવા રસ્તાની કામગીરી તથા રસ્તાની મરામત, વાયુ-પ્રદૂષણના સ્થળોએ હવાની ગુણવત્તા સુધારવા માટે વોલ-ટુ-વોલ કાર્પેટ માટે હયાત રસ્તાના મરામતની કામગીરી.
જંક્શન ઇમ્પ્રુવનેન્ટ કામગીરી
શહેરમાં ઘન-કચરાના દહનની કામગીરીનું નિયંત્રણ તેમજ ઘન-કચરા નિકાલ વ્યવસ્થાપનથી વાયુ પ્રદૂષણના નિયંત્રણ માટેની કામગીરી, ઘન-કચરા ના દહન કામગીરીને નિયંત્રણ માટે જરૂરી કામગીરી, ગાર્ડન વેસ્ટ માથી વિકેન્દ્રિત કચરાના ખાતરના વિકાસ માટે કામગીરી ૨૦૦ થી ૫૦૦ કિલોગ્રામ કેપેસિટી, ક્ધસ્ટ્રકશન એન્ડ ડિમોલિશન વેસ્ટને રીસાયકલ તેમજ રિયુઝ કરવા માટેના પ્લાન્ટની કામગીરી માટે.
શહેરમાં વૃક્ષારોપણ તેમજ ગ્રીન બફર માટેની કામગીરી
ગાર્ડન/ પાર્ક માં વૃક્ષારોપણ તેમજ લીલોતરીની કામગીરી તથા તેના રક્ષણ તેમજ જાળવણી માટે તેમજ પાણી માટે જરૂરી કામગીરી, શાળા, કોલેજો, સરકારી કચેરી ઓ જેવી સંસ્થાઓની જમીન ઉપલબ્ધ હોય તો વૃક્ષો ઉગાડવા અને ગ્રીન કવર વધારવા માટે તેમને સુરક્ષિત કરવા સહાય.
આઇઇસી (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન) કામગીરી
સામાન્ય નાગરિકોને વાયુ પ્રદૂષણ વિશે માહિતી આપવા માટે ટીવી, રેડિયો, સોશિયલ મીડિયા અને બિલબોર્ડનો ઉપયોગ કરીને માસ મીડિયા ઝુંબેશ દ્વારા જનજાગૃતિ ઝુંબેશ માટે તમામ જરૂરી કામગીરી માટે સહાય, વાયુ પ્રદૂષણ વિશે માહિતી આપવા વર્કશોપ, સેમિનાર યોજવા.
નેશનલ ક્લીન એર પ્રોગ્રામના તર્જ પર રાજ્ય સ્વચ્છ હવા એક્શન પ્લાન થકી રાષ્ટ્રીય પ્રયાસોને પુરક બનાવવા જામનગર મહાનગરપાલિકાને મળવાપાત્ર અંદાજીત રૂા. ૨૦.૦૦ કરોડની ગ્રાન્ટ અનુસંધાને કોમ્પોનેન્ટ વાઈઝ ઉપરોક્ત પ્રોજેક્ટ પૈકીની કામગીરીઓ હાથ ધરવામાં આવશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટિમાં આજરોજ એકશન પ્લાનનું વિમોચન કરવામાં આવેલ છે.