BREAKING NEWS

ગ્લોબલ બોકસ ઓફિસ પર 'જન નાયકન'નો દબદબો

  • July 30, 2026 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણના સુપરસ્ટાર વિજય જોસેફ (થલપતિ વિજય)ની બહત્પચર્ચિત પોલિટિકલ થ્રિલર ફિલ્મ 'જન નાયકન'હાલમાં કમાણીના મામલે દેશ અને વિદેશના બોકસ ઓફિસ પર છવાયેલી છે. ફિલ્મની શાનદાર વાર્તા, દમદાર સ્ક્રીનપ્લે અને વિજયના ઉત્કૃષ્ટ્ર અભિનયના દમ પર આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા છે. આ જ કારણ છે કે સિનેમાપ્રેમીઓ અને ટ્રેડ એનાલિસ્ટસ વચ્ચે આ ફિલ્મની જબરદસત ચર્ચા થઈ રહી છે.
વિકએન્ડ પૂરો થયા પછી સામાન્ય રીતે ફિલ્મોની કમાણીમાં મોટો ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ 'જન નાયકન' ની બાબતમાં એવું બન્યું નથી. વીક ડેઝ દરમિયાન પણ વલ્ર્ડવાઈડ કમાણીના મામલે આ ફિલ્મે પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે અને ધમાકેદાર બિઝનેસ કરીને બતાવ્યો છે.
રીલીઝના સાતમા દિવસે પણ ગ્લોબલ બોકસ ઓફિસ પર 'જન નાયકન' ની કમાણીની રતાર થંભી નથી. રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ ૨૬૦ કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે. વિદેશી બોકસ ઓફિસ પર પણ ઓવરસીઝ દર્શકો તરફથી ફિલ્મને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે ગ્લોબલ કલેકશનના આંકડા ઝડપથી વધી રહ્યા છે. 'જન નાયકન' દેશ અને વિદેશ બંને જગ્યાએ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે.૭ દિવસના અંતે ગ્લોબલ બોકસ ઓફિસ પર ફિલ્મે ૨૬૦ કરોડનો આંકડો વટાવી દીધો છે. વિજયની લોકપ્રિયતા અને ફેન ફોલોઈંગના કારણે વીક ડેઝમાં પણ સિનેમાઘરો હાઉસફુલ જોવા મળી રહ્યા છે. હાલના તબક્કે 'જન નાયકન' એકમાત્ર એવી ફિલ્મ બનીને ઉભરી છે, જે વિશ્વભરમાં કમાણીના મામલે ઉત્કૃષ્ટ્ર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મની સફળતાને જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી વીકેન્ડમાં પણ આ કમાણીનો સિલસિલો આ જ રીતે ચાલુ રહેશે અને ફિલ્મ કમાણીના ઘણા નવા રેકોર્ડ પોતાના નામે કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application