BREAKING NEWS

સ્પાઇડર-મેન' આવતા જ 'જન નાયકન' ની કમાણી ઘટી ગઈ

  • August 01, 2026 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથના સુપરસ્ટાર વિજયની પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ 'જન નાયકન' ને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. ૨૩ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં વિજયે પોતાની દમદાર એક્ટિંગથી ફરી એકવાર સૌના દિલ જીતી લીધા છે. વિજયના ફેન્સ આ ફિલ્મને લઈને જેટલા ઉત્સાહિત છે, તેટલા જ ભાવુક પણ છે કારણ કે આ તેમની છેલ્લી ફિલ્મ છે. 'જન નાયકન' પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી હતી, પરંતુ હવે તેની સામે હોલીવુડ ફિલ્મ 'સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' રિલીઝ થઈ જતાં કમાણી પર સીધી અસર પડી છે. રિપોર્ટ અનુસાર, 'સ્પાઇડર-મેન' ના આગમન બાદ ૯મા દિવસે (બીજા શુક્રવારે) 'જન નાયકન' ની કમાણી ઘટીને ૩.૫૫ કરોડ રૂપિયા જ રહી ગઈ છે. જોકે, આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન ૧૫૭.૧૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ફિલ્મે પહેલા દિવસે ૪૨.૭૦ કરોડ, બીજા દિવસે ૨૧.૧૫ કરોડ, ત્રીજા દિવસે ૨૮.૯૦ કરોડ અને ચોથા દિવસે ૩૨.૦૦ કરોડની મજબૂત કમાણી કરી હતી. ત્યારબાદ પાંચમા દિવસે ૧૦.૬૫ કરોડ, છઠ્ઠા દિવસે ૮.૦૦ કરોડ, સાતમા દિવસે ૬.૧૦ કરોડ, આઠમા દિવસે ૪.૦૫ કરોડ અને ૯મા દિવસે ૩.૫૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષાઓમાં રિલીઝ થઈ છે. જેમાં સૌથી વધુ કમાણી તમિલ ભાષામાં ૧૩૪.૪૫ કરોડ રૂપિયા થઈ છે, જ્યારે હિન્દીમાં ૧૩.૯૦ કરોડ અને તેલુગુમાં ૮.૭૫ કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. આશરે ૪૦૦ કરોડ રૂપિયાના મોટા બજેટમાં બનેલી આ ફિલ્મમાં વિજય ઉપરાંત બોબી દેઓલ, પૂજા હેગડે, મમિતા બૈજુ, પ્રકાશ રાજ, પ્રિયામણી અને અનિરુદ્ધ રવિચંદર જેવા દિગ્ગજ કલાકારો છે. ફિલ્મમાં વિલનના રોલમાં બોબી દેઓલ ફરી એકવાર છવાઈ ગયા છે. ફીની વાત કરીએ તો રિપોર્ટ્સ મુજબ, મુખ્ય અભિનેતા વિજયને ૨૨૦ થી ૨૭૫ કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે બોબી દેઓલને ૫ થી ૧૦ કરોડ, પ્રકાશ રાજને ૫ કરોડ, પૂજા હેગડે અને પ્રિયામણીને ૩-૩ કરોડ રૂપિયા તેમજ મમિતા બૈજુને ૬૦ લાખથી ૨ કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application