જસદણ નગરપાલિકા ના કોન્ટ્રાક્ટરો બેફામ એક પણ અધિકારીને સારતા નથી
જસદણ નગરપાલિકા ના કોન્ટ્રાક્ટરો બેફામ એક પણ અધિકારીને સારતા નથી
August 22, 2026 10:29 AM
જસદણ વોર્ડ નંબર 2 માં મફતિયા પરાવિસ્તારમાં નવથાપીરની દરગાહ પાસે છેલ્લા બે મહિનાથી પીવાની પાઇપલાઇન જમીનમાં દાટી ને રફુ ચક્કર થઈ ગયા છે એ લાઈનને પીવાની પાઇપલાઇન નું જોઈટ આપવાનું છે છેલ્લા બે મહિનાથી પાઇપલાઇન નાખીને કોન્ટ્રાક્ટર અધિકારીઓને સારતા નથી આ જોઈન્ટ આપવા બાબતે જસદણ નગરપાલિકામાં જવાબદાર અધિકારીઓને અવારનવાર રજૂઆત કરી છતાં આ કોન્ટ્રાક્ટર ફરકતા નથી તેનું કારણ શું જાગૃત લોકોનો લાખ મનનો સવાલ નગરપાલિકામાં આવા પેઢી ગયેલા કોન્ટ્રાક્ટરો હાકી કાઢવા જોઈએ અને બિલ પણ ન ચૂકવવું જોઈએ જેથી તેને ખબર પડે કે જ્યાં ત્યાં અધૂરા કામ મુકાય નહીં આ બાબતે જસદણ નગરપાલિકાના કહેવાતા બાહોશ ચીફ ઓફિસર મેહુલ જોધપુરા યુદ્ધ ના ધોરણે કામ પૂર્ણ કરાવે તેવી જાગૃત લોકોની માંગ છે