રાજકોટ શહેરના ભાજપ અગ્રણી તથા સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરીયા વચ્ચેનો માથાકુટનો મામલો સમવાને બદલે વધુને વધુ વકરવા તરફ જઈ રહ્યો છે. ગઈકાલે વાર સામે પલટવારની જેમ પાદરીયાએ સરધારા વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદ બાદ આજે સરધારાએ પીઆઈ પાદરીયાથી પોતાના જીવનું જોખમ છે, પોલીસ રક્ષણ આપે તેવી માંગણી સાથે આજે પોલીસ કમિશનર કચેરીએ દોડી આવીને લેખીત રજૂઆત કરી છે.
કણકોટ રોડ પરના પાર્ટી પ્લોટમાં ગત તા.૨૫ના રોજ બન્ને વચ્ચે થયેલી માથાકુટ, મારામારીમાં પ્રથમ ફરિયાદ જે તે સમયે સરધારાએ નોંધાવી હતી. જેમાં આરોપી સંજય પાદરીયા કલમો હળવી થતાં તાલુકા પોલીસ સમક્ષ આવ્યા હતા અને તેમણે કાલે જયંતી સરધારા સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જે બનાવમાં પોલીસ હવે સરધારા સામે કાયદાકીય કાર્યવાહી કરશે તે પુર્વે આજે જયંતી સરધારા પોલીસ કમિશનર કચેરીએ આવ્યા હતા. તેમણે ડીજીપીને સંબોધીને એક આવેદન પત્ર રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.
સરધારાએ લખેલા પત્રમાં એવો ઉલ્લ ેખ કર્યેા છે કે, જે તે સમયે પાદરીયાએ પોતે ગાડીમાંથી ઉતરતા હતા ત્યારે બંદુક વડે માથામાં ઈજા કરી હતી અને નીચે પડી જતાં ઢીકાપાટુનો માર માર્યેા હતો. જે બનાવ પાદરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પાદરીયાએ ગઈકાલે કાઉન્ટર બ્લાસ્ટ રૂપે ખોટી રીતે દબાણ લાવવાના હેતુથી તાલુકા પોલીસ મથકમાં બનાવના ૯ દિવસ બાદ પોતાના (સરધારા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ અધિકારી હોવાનો દુરૂપયોગ કર્યાનું સ્પષ્ટ્ર થાય છે.
વધુમાં ઉલ્લ ેખ કર્યેા છે કે, અમને જાણવા મળ્યું છે કે, સંજય પાદરીયાએ મને જાનથી મારી નાખવાની પુરેપુરી તૈયારી કરી લીધી છે. કોઈપણ સંજોગોમાં જીવતા નહીં રહેવા દે. જેથી આ માથાભારે સંજય પાદરીયા સામે જીવનું પુરેપુરૂ જોખમ છે અને દહેસતમાં જીવી રહ્યા છીએ જેથી તાત્કાલીક પોલીસ રક્ષણ આપવામાં આવે. પાદરીયા અને તેના મળતીયાઓ દ્રારા સમાજના અન્ય આગેવાનો પર ખોટી રીતે આ જ રીતે દબાણ લાવીને લોકોને હેરાન કરેલ છે. સમાજના લોકોને ખોટી રીતે બદનામ કરી સામાજીક પ્રવૃતિમાંથી નિવૃત્ત કરી મુકવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. સરધારા દ્રારા આ રજૂઆતની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રધાન મંત્રી સુધી રવાના કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech