રાજકોટ મહાપાલિકાની વર્તમાન ટર્મ આગામી તા.૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ પૂર્ણ થવા જઇ રહી છે ત્યારે શહેરના વિકાસ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરે ચેમ્પિયન ઈનિંગ રમી છે. છેલ્લા અઢી વર્ષના કાર્યકાળમાં તેમણે સ્ટેન્ડિંગ કમિટીની ૪૮ મિટિંગમાં કુલ ૪૪૧૪.૧૦ કરોડના કામો મંજૂર કરીને વિક્રમ સર્જક કામગીરી કરી બતાવી છે.સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ત્રણ બજેટ મંજૂર કરી શહેરને અનેક વિકાસકામોની ભેટ આપી છે. બિલ્ડિંગ ફ્લાવર બેડના સળગતા પ્રશ્ને બજેટમાં હપ્તા પધ્ધતિ તેમજ મિલકતવેરામાં ૧૦ વર્ષ બાદ વ્યાજમાફી યોજનાની ભેટ આપી લોક વિશ્વાસ સંપાદિત કર્યો છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ભાઇ ઠાકરે જાહેર કરેલી મિલકત વેરાના ચડત વ્યાજમાં રૂ.૧૦ હજાર સુધીની વ્યાજમાફી યોજના અંતર્ગત આજદિન સુધીમાં ૧૭૫૦૦ થી વધુ કરદાતાઓ પાસેથી રૂ.ર૯ કરોડથી વધુની રકમની વેરા વસુલાત, વ્યાજની રકમ ઉપર અંદાજીત રૂ.૪ કરોડથી વધુની રકમ માફ કરાઇ છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરના નેતૃત્વમાં પદાધિકારીઓની માન.મુખ્યમંત્રીને સફળ રજૂઆત કરી રાજકોટ શહેરને ગત અઢી વર્ષમાં આંતરમાળખાકીય સુવિધાઓ, શહેરી સડક યોજના તેમજ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રાજ્ય સરકાર તરફથી રૂ.૧૦૯૨ કરોડ જેવી માતબર રકમની ગ્રાન્ટની ઐતિહાસિક ફાળવણી થઇ છે. ચેરમેનના કાર્યકાળમાં મંજૂર થયેલા મુખ્ય વિકાસકામો નીચે મુજબ છે.
. દરેક વોર્ડમાં કોમ્યુનીટી હોલ
· દરેક વોર્ડમાં આધુનિક વોર્ડ ઓફિસનું આયોજન
· દરેક વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર
· દરેક વોર્ડમાં આધાર કેન્દ્ર કાર્યરત
· દરેક વોર્ડમાં આંગણવાડીનું આયોજન
· દરેક આંગણવાડીમાં વોટર કુલર તથા વોટર પ્યુરીફાયર
· દરેક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી તથા અન્ય મિલ્કતો પર સોલાર રૂફટોપનું આયોજન
· દરેક ઝોનમાં સ્પોર્ટ્સ સંકુલનું આયોજન
· દરેક ઝોનમાં પાર્ટી પ્લોટનું આયોજન
· દરેક ઝોનમાં નવી શાક માર્કેટનું આયોજન
· દરેક ઝોનમાં મહિલા હોકર્સ ઝોનનું આયોજન
· નવા ‘સાઉથ ઝોન’ નું આયોજન
· હયાત ૦૭ ફાયર સ્ટેશન સહિત ૧૭ વોર્ડમાં ફાયર સ્ટેશનનુ આયોજન
· ૧૦ થી વધુ વોર્ડમાં ડી.આઇ. પાઇપલાઇનનું કામ પુર્ણ
· પદાધિકારીઓને ફાળવવામાં આવતી વિકાસ કામો માટેની ગ્રાન્ટમાં વધારો
· નાયબ કમિશનરશ્રીને પોતાના ઝોનમાં વિકાસ કામો માટે ગ્રાન્ટની ફાળવણી
· સ્માર્ટ સોસાયટીને આપવામાં આવતી સફાઇ ગ્રાન્ટમાં વધારો
· શહેરમાં નવા મોડલ એન્ટ્રી ગેઇટનું આયોજન
· સ્કાય વોક/ફૂટ ઓવરબ્રીજનું આયોજન
· વર્કિંગ વુમન હોસ્ટેલ
· નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ‘આઇકોનીક બ્રીજ’
· નવી આવાસ યોજનાના લોકાર્પણ તથા ફાળવણી
· અટલ સરોવર-સ્માર્ટ સીટીનું લોકાર્પણ
· ‘શ્રી રામ બ્રીજ’ - કાલાવડ રોડ પર મલ્ટીલેવ બ્રીજનું નામકરણ
· રાજકોટ શહેરમાં આવેલ ૨૯ ચોક/સર્કલ, ૧૧ માર્ગ, ૦૫ ગાર્ડન, ૦૧ બ્રીજ તથા ૦૭ જાહેર મિલ્કતો સહિતના કુલ-૫૩ નામકરણ
· નવા ૧૭ બગીચા/પાર્કનું નિર્માણ
· ઘનિષ્ઠ વૃક્ષારોપણથી ૪૧,૮૩૧ વૃક્ષો; મિયાવાંકી પધ્ધતિથી ૯,૦૩,૫૨૪ વૃક્ષો; ટ્રી-ગાર્ડ સાથે ૨૯,૦૦૦ વૃક્ષો; અન્ય વિવિધ વૃક્ષારોપણ ૪,૦૪,૪૩૭ સહિત કુલ નવા ૧૩,૭૮,૭૯૨ નવા વૃક્ષોનું વાવેતર
· બિલ્વ વૃક્ષ સંવર્ધન - ત્રિદલ યોજના અંતર્ગત શહેરના જુદા-જુદા ૧૩૮ શિવાલયોમાં કુલ-૧૬૭ બિલ્વ વૃક્ષોનું વાવેતર
· નવા જન્મનાર બાળકો તથા એડવાન્સ વેરો ભરનાર દિવ્યાંગો તેમજ એક્સ આર્મીમેનના નામે વૃક્ષારોપણ યોજના અંતર્ગત કુલ ૧૫૮૫૩ નવા વૃક્ષોનું વાવેતર
· આગામી વર્ષમાં રાજકોટ શહેરના તમામ વરીષ્ઠ નાગરીકોના નામે વૃક્ષારોપણનું આયોજન
· માધાપર વિસ્તારમાં નવી લાઇબ્રેરી
· સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીકને સીટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં ફ્રી મુસાફરી યોજના અંતર્ગત કુલ ૧૩૭૩ નાગરિકોને લાયબ્રેરીમાં ફ્રી સભ્યપદ
· વિધાર્થીઓ માટેના નવા સાત વાંચનાલયો, જેમાં કુલ મળી ૩૫૫ બેઠકોની હવા-ઉજાસવાળી સુવિધા, આરામદાયક ટેબલ-ખુરશી, સરકારી નોકરી માટેના લેટેસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી અને વિષયલક્ષી પુસ્તકો તથા મેગેજીનની વ્યવસ્થા સાથે અલગ-અલગ વિસ્તારો જેવા કે કાલાવડ રોડ, સ્પીડવેલ ચોક, કોઠારીયા ગામ, અલ્કા સોસાયટી, જુનો મોરબી રોડ, વાવડી રોડ, હોસ્પીટલ ચોક વિસ્તારનો સમાવેશ
· જન્મ/મરણ પ્રમાણપત્ર પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે યોજના અંતર્ગત ૫૪૦૩ જન્મનોંધ પ્રમાણપત્ર તેમજ ૨૬૦૩ મરણ નોંધ પ્રમાણપત્ર વિનામુલ્યે આપવામાં આવ્યા
· સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીકને સીટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં ફ્રી મુસાફરી યોજના અંતર્ગત કુલ ૫૦૨૩૨ નાગરિકોને ફ્રી મુસાફરીના પાસ
· આગામી વર્ષથી મહિલાઓ માટે ‘મહિલા સુરક્ષિત સફર યોજના’ અંતર્ગત પીંક બસનું આયોજન
· ફ્લાવરબેડ (આર્કિટેક્ચરલ પ્રોજેક્શન્સ) માટે ‘બી.યુ. રેગ્યુલરાઇઝેશન ફી’ માં હપ્તા પધ્ધતિ
· ગત વર્ષે ‘વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ ર.૦’ અંતર્ગત ચડત પ્રોપર્ટી ટેક્ષમાં હપ્તા પધ્ધતિ
ચાલુ સાલ નવી જાહેર કરેલ મિલકત વેરાના ચડત વ્યાજની રકમ પર ડીસ્કાઉન્ટ યોજના અંતર્ગત આજદિન સુધીમાં ૧૭૫૦૦ થી વધુ કરદાતાઓ પાસેથી ₹ર૯ કરોડથી વધુની રકમની વેરા વસુલાત, વ્યાજની રકમ પર અંદાજીત ₹૪ કરોડથી વધુની રકમની રાહત...
· ‘વિશ્વ પ્રાણી દિવસ’ નિમિતે દર વર્ષે પ્રદ્યુમન પાર્ક ઝૂ માં મુલાકાતીઓને નિ:શુલ્ક પ્રવેશ
· કાલાવડ રોડ પર થીમ બેઇઝ્ડ ઓક્સિજન પાર્ક વીથ મોર્ડન ફુડ કોર્ટનું આયોજન
· રાજકોટ શહેરમાં વસતા મધ્યમ વર્ગના નાગરીકોને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઇ શકે તેવા ઉમદા હેતુથી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો પૈકી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલને ₹૬૦ લાખ, નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલને ₹૧૦ લાખ, બી.ટી.સવાણી કિડની હોસ્પિટલને ₹૧૦ લાખ, શ્રીરણછોડ દાસજી બાપુ ચેરી. ટ્રસ્ટને ₹૪૦ લાખ, જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનને ₹૧૦ લાખ, ઈન્ડિયન મેડિકલ સાઈન્ટીફિક સેન્ટરને ₹૧૦ લાખ, સંતોકબેન ભગવાનજીભાઈ ડોડિયા ચેરીટેબલ ટ્રસ્ટને ₹૧૫.૬૦ લાખ, પી.વી.દોશી સાર્વજનિક દવાખાનાને ₹૬ લાખનું વાર્ષિક અનુદાન મળી કુલ ₹૧૬૧.૬૦ નું અનુદાન આપવામાં આવે છે, જે પૈકી જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન અને ઇન્ડિયન મેડિકલ સાયન્ટિફિક સેન્ટરને આપવામાં આવતા અનુદાનની રકમ ₹૫ લાખમાં વધારો કરી ગત વર્ષથી ₹૧૦ લાખ વાર્ષિક અનુદાન