જેતપુર ડાઈંગ એસોસિએશનના પ્રમુખ રામોલિયાએ અમિત શાહની મુલાકાત લીધી

  • April 29, 2024 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણા મુકામે શનિવારે આવી પહોંચેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સો જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. જામકંડોરણા મુકામે ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની પોરબંદર સંસદીય મત વિસ્તાર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયાની વિજય સંકલ્પ સભા યોજાઈ હતી. ત્યારબાદ જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના નિવાસને ભાજપના અગ્રણીઓ તા અન્ય આગેવાન સો અમિતભાઈ શાહની મુલાકાત ઈ હતી. જેમાં જેતપુરના ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા તા સુરેશભાઈ સખરેલિયાએ શુભેચ્છા મુલાકાત લઈને જેતપુરના સાડી ઉદ્યોગના પ્રશ્ર્નો અંગે રજૂઆત કરી હતી. અમિતભાઈ શાહે જયંતીભાઈ રામોલિયા સો આ બાબતે ચર્ચા વિચારણા કરી હતી અને યોગ્ય કરવા ખાતરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application