BREAKING NEWS

જેતપુર આઇપીએલ મેચ ઉપર સટ્ટાનું નેટવર્ક: એક ઝડપાયો, ચારની શોધખોળ

  • May 26, 2026 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર સીટી પોલીસે શ્રીનાથજી ટાવર કોમ્પ્લેક્ષના જાહેર પાકિગમાંથી આઇપીએલની –૨૦ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડો છે. પોલીસે દરોડા દરમિયાન લેપટોપ અને કિંમતી આઇફોન સહિત કુલ . ૧,૫૫,૬૭૦નો મુદ્દામાલ જ કરી પાંચ શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રા વિગતો મુજબ, જેતપુર સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ મકવાણા અને તેમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે શ્રીનાથજી ટાવર કોમ્પ્લેક્ષ પાસે એક શખ્સ સટ્ટો રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે પંચોને સાથે રાખીને દરોડો પાડતાં રોહન અશોકભાઈ વણજારા (રહે. શિવ શકિત સોસાયટી, બ્લોક નંબર–૦૧, જેતપુર) લેપટોપ સાથે ઝડપાઈ ગયો હતો.પોલીસની સઘન પૂછપરછ અને તપાસમાં ખૂલ્યું હતું કે, રોહન એમએલડી૭૭૭.સીઓએમ નામની વેબસાઇટ પર આઈપીએલ–૨૦૨૬ ની કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પર હાર–જીતનો ઓનલાઈન સટ્ટો રમાડતો હતો. તેણે આ માટે હિરેનભાઈ ચંદુલાલ કાનપુરા પાસેથી આરડીજે૧૦૦૦ નામનું માસ્ટર આઈ.ડી. મેળવ્યું હતું. આ શખ્સ પોતાનું કમિશન કાઢીને અન્ય ગ્રાહકો જેવા કે વિશાલ જેઠવાણી, દર્શીલ રાવલ (બંને રહે. જેતપુર) અને અમદાવાદના એક અજાણ્યા શખ્સને આઈ.ડી. અને પાસવર્ડ આપી સટ્ટો રમાડતો હતો.
પોલીસે આરોપીના કબજામાંથી . ૩૦,૦૦૦ ની કિંમતનું લેનોવો કંપનીનું લેપટોપ, . ૧,૨૫,૦૦૦ ની કિંમતનો એપલ આઇફોન ૧૭ પ્રો મેકસ અને . ૬૭૦ રોકડા મળી કુલ . ૧,૫૫,૬૭૦ નો મુદ્દામાલ કબજે કર્યેા છે. આ પ્રકરણમાં જેતપુર સીટી પોલીસે ઝડપાયેલા આરોપી રોહન વણજારા તેમજ સ્થળ પર હાજર નહીં મળી આવેલા અન્ય ચાર શખ્સો હિરેનભાઈ કાનપુરા, વિશાલ જેઠવાણી, દર્શીલ રાવલ અને અમદાવાદના શખ્સ સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૧૨(અ) હેઠળ ગુનો દાખલ કર્યેા છે. આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News