BREAKING NEWS

જેતપુરનો ડાઈંગ ઉધોગ મોંઘવારી અને મંદીના ભરડામાં

  • October 13, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતના ટેકસટાઇલ હબ સમાન જેતપુરના સાડી ઉધોગ પર હાલ સંકટના વાદળો ઘેરાયા છે. વિશ્વ સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર જેતપુરના ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ ઉધોગ પર જોવા મળી રહી છે. મોંઘવારી અને મંદીના ડબલ આંચકા વચ્ચે ઉધોગકારો અને કારીગરો ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ કટોકટીમાંથી કયારે બહાર નીકળશે તે કોઈ કહી શકે તેમ નથી, આવા મુશ્કેલભર્યા સમયમાં સાહસિક ઉધોગપતિઓને જર છે સરકારના એક રાહત પેકેજની જેથી બે થી ત્રણ લાખ લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી આપતો આ ઉધોગ બચી શકે.
કપડાની ડિઝાઈનિંગથી લઈને માર્કેટિંગ સુધી લાખો લોકોને રોજગારી આપતો જેતપુરનો સાડી ઉધોગ આજે આર્થિક ભીંસમાં મુકાયો છે. જેતપુર તાલુકા અને આસપાસના વિસ્તારનો મોટો આધાર આ જ ઉધોગ પર રહેલો છે. છેલ્લ ા કેટલાક સમયથી ચાલી રહેલા અમેરિકા– ઈરાન યુદ્ધના પરિણામે વૈશ્વિક સ્તરે ગેસ, પેટ્રોલિયમ અને ક્રૂડ ઓઈલના ભાવોમાં ભારે ઉછાળો આવ્યો છે. સાડીના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય ઘટકો જેવા કે કલર, કેમિકલ્સ તેમજ પ્લાસ્ટિકની થેલીઓ અને પેકિંગ મટીરિયલના ભાવ સીધા ડબલ થઈ ગયા છે. બીજી તરફ, છેલ્લા ૬ મહિનાથી કાપડ બજારમાં પણ અપેક્ષિત ઘરાકી જોવા મળતી નથી અને બજાર સતત મદં ચાલી રહી છે. પરિસ્થિતિ એવી બની છે કે કાચા માલના ભાવ વધ્યા હોવા છતાં વેપારીઓ ગ્રાહકોની ખરીદશકિત ન હોવાને કારણે તૈયાર સાડીના ભાવ વધારી શકતા નથી
અમે ઉધોગ ચલાવીએ છીએ અને કારીગરોની રોજીરોટીનું પણ ધ્યાન રાખવું પડે છે. પરંતુ યાંત્રિક અને રાસાયણિક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આફ્રિકા તેમજ અન્ય દેશોમાં જેતપુરનો કીટાંગોનો માલ કન્ટેનરના અભાવે જતો નથી અને નિકાસ પણ પ્રભાવિત થઈ છે. વેપારીઓ અને કારખાનેદારો હાલ મોટું નુકસાન વેઠીને પણ ઉધોગ જીવતં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જો સ્થિતિ આવી જ રહેશે તો કારખાના ચલાવવા મુશ્કેલ બનશે તેમ જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયાએ હૈયાવરાળ ઠાલવતા જણાવેલ.
જેતપુર કેમીકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જીતુભાઇ દેસાઈએ આ અંગે જણાવ્યું કે,  જેતપુરનો ઉધોગ હંમેશાં મુશ્કેલીઓ સામે લડવા માટે જાણીતો છે. સાથે જેતપુરના ઉધોગપતિઓ ખરેખર એટલા બધા જાબાંઝ છે કે કોઈપણ ગમે એવી મુશ્કેલીનો સામનો કરવાની એમનામાં હિંમત છે, તાકાત છે, આવડત છે. આજની પરિસ્થિતિની વાત કરીએ તો, સાડી ઉધોગ પર એક બાજુથી હત્પમલો નથી આવ્યો, સાડી પ્રિન્ટના ઉધોગમાં વપરાતી તમામ વસ્તુઓ એકસાથે કલ્પનાતીત ભાવ વધારો આવ્યો છે. જેટલા કેમિકલ આવે છે એમાં લગભગ ૧૦૦ ટકાનો વધારો મિનિમમ છે. કલર કેમિકલમાં વપરાતો ગુવાર ગમમાં છેલ્લ ા ચાર દિવસમાં જ કિલોએ ૩૦ પિયાનો ભાવ વધારો થયો છે. ઉધોગકારોની માંગ છે કે સરકારે આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ અથવા કોઈ વિશેષ સહાય પેકેજ આપવું જોઈએ, નહિતર આ ઉધોગનું ટકવું મુશ્કેલ બનશે કારણ કે આનાથી લાખો લોકોની રોજી–રોટી સીધી કે આડકતરી રીતે જોડાયેલી છે.
એક તરફ કાચા માલની મોંઘવારી અને બીજી તરફ બજારમાં મંદીના કારણે જેતપુરનો સાડી ઉધોગ અત્યારે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જો સમયસર પરિસ્થિતિ નહીં સુધરે, તો હજારો કામદારોની રોજીરોટી સામે મોટું સંકટ ઊભું થઈ શકે તેમ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application