BREAKING NEWS

જેતપુરના યુવાને ૨૪ લાખની સામે ૪૧ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ધમકી

  • August 03, 2026 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં રહેતો રાજસ્થાની યુવાન -વ્યાજકવાદમાં ફસાયો હતો. ૨૪ લાખના ૪૧ લાખ ચૂકવ્યા છતાં આ શખસ ધમકી આપતો હતો. ચેકમાં ૪-૪ લાખની રકમ ભરી લઈ જતાં યુવાને અંતે ફરિયાદ નોંધાવતા જેતપુર સીટી પોલીસે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ઘરી હતી.
જેતપુરના જાગૃતીનગરમાં શ્રીજી પ્રોવિઝન સ્ટોર આગળ રહેતાં અશોકભાઈ દિપચંદભાઈ રાઠોડ (ઉ.વ.૩૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયેશ નિકરાય ભૂત (રહે… સ્પેસ સ્કૂલ પાસે, જેતપુર) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે જેતપુર મામલતદાર કચેરી સામે જય અશોક શોઈગ મશીન નામની દુકાન ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં ત્રણ દિકરીઓ તથા એક દિકરો છે. તેમનું વતન રાજસ્થાન છે. વર્ષ ૨૦૧૮ માં માર્ચ મહિના સુધીમાં તેમને દુકાન માટે તથા બહેનના લગ કરવામાં તેમજ માતાના દવાખાનાના ખર્ચને પહોંચી વળવા રૂપીયાની જરુરીયાત પડતા જયેશ ભુત પાસેથી કટકે કટકે રૂ.૨૪ લાખ માસીક ૨ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. તે જયેશને દર માસે રૂ.૪૮ હજાર વ્યાજ ચુકવતો હતો. બાદ મોટી બહેન શોભનાબેનને તેના પતિ છગનલાલ સાથે બનતુ ના હોય જેથી બહેન તેની બે દિકરી તથા એક દિકરાને લઈ તેઓ સાથે રહેવા આવતી રહેલ હતી. જેથી આ લોકોના ભરણપોષણની જવાબદારી પણ તેમના ઉપર આવી ગઇ હતી.
બાદ તેઓ આરોપીને સમયસર વ્યાજ ચુકવી ન શકતા તે વ્યાજની ઉઘરાણી કરતા અને વ્યાજના પૈસાની વ્યવસ્થા ન થાય તો ગાળો આપતો હતો. વર્ષ ૨૦૨૪માં જયેશ દુકાને આવી કહ્યું હતું કે, મારા વ્યાજના રૂપીયા તથા મુળ રકમ ગમે ત્યાંથી અત્યારે આપો તેમ કહી યુવાન તથા પિતા દિપચંદભાઈને ગાળો આપી હતી. બાદમાં યુવાનની પેઢીના કુલ છ ચેકમાં રૂ.૪ લાખ બળજબરીથી રકમ ભરાવી
પિતાની સહિ કરી લઇ ગયો હતો.
ત્યારબાદ દરેક માસે રેગ્યુલર રૂ.૪૮ હજાર વ્યાજ જયેશને કોઇ પણ રીતે ચુકવી આપતો હતો. બાદ વર્ષ ૨૦૨૫ ના મે મહિનામાં યુવકની મોટી બહેન શોભનાબેનના પતિ છગનલાલનું વનતમાં મારબલની ખાણમાં પડી જવાથી અવસાન થતા આશરે ૪૫ દિવસ સુધી વતન આમનેર ગામ રાજસ્થાનમાં ગયા હતા.
જેથી આ જયેશ વર્ષ ૨૦૨૫ ના જુન મહિનામાં વોટસએપથી મેસેજ કરતો હતો કે, તારી છોકરીને મારી પાસે મોકલ, હું મારા પૈસા વસુલ કરી લઈશ, અને તારી છોકરી નાની હોય તો તારી ભાણકીને મોકલી દે આ રીતે ત્રાસ
આપતો હતો. આશરે દશેક દિવસ પહેલા જયેશે દુકાને આવી કહ્યું હતું કે, મારા રૂ.૨૪ લાખ આપી દે, જેથી તેને પાસે પૈસા નથી તેમ વાત કરતા તેને દુકાનનુ ખાનુ ખોલેલ અને કહેલ કે, આ પૈસા પડયા છે. જેથી તેને કહેલ કે, રૂપીયા પાંચ હાજર બે દિવસનો વેપાર છે. જે પાંચ હજાર બળજબરી કરી ગાળો આપી લઈ ગયો હતો.
ફરીયાદીએ રૂ.૨૪ લાખનું અત્યાર સુધીમાં રૂ.૪૧ લાખ વ્યાજ ચુકવી આપેલ છે, તેમ છતા પેઢીના મળી કુલ છ ચેકમાં રૂ.૪-૪ લાખ બળજબરીથી રકમ ભરાવી, પિતાની સહિ કરી લઈ ગયેલ હોય અંતે યુવાને આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application