ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના તરપાળા અને વાંગધ્રા ગામ વચ્ચે કાળુભાર નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનનની પ્રવૃત્તિ સામે પોલીસ અને ભુસ્તરશાસ્ત્રી વિભાગે સંયુક્ત દરોડા પાડી ૪ વાહન તેમજ સાધનો મળી કુલ રૂ.૭૦,૦૦,૦૦૦ નો મુદ્દામાલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ભુસ્તરશાસ્ત્રી ટીમ દ્વારા કબ્જે કરાયો હતો.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તેમજ એલ.સી.બી સ્ટાફનાં અધિકારીઓને ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ નદીઓના પટમાંથી ગેરકાયદેસર રીતે ખાણ ખનીજની ચોરી કરતાં હોવાના બનાવો બંધ કરાવવા માટે સખત સુચના આપેલ. જે સૂચનાના પગલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ભૂસ્તરશાસ્ત્રી ભાવનગરની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા ઉમરાળા તાલુકાના તરપાળા તથા વાંગધ્રા ગામની વચ્ચે આવેલ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવાની ખનીજ ખોદકામની પ્રવૃતિ થતી હોવાની માહિતી આધારે દરોડા પાડી જગ્યાએથી જુદા જુદા વાહનો સાથે ઝડપી લઈ જે અંગે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ ખનિજના ખોદકામવાળા વિસ્તારની માપણી કરતાં માપણી મુજબ કુલ ૪૧૭૮ મે. ટન સાદી રેતી ખનીજનું ખોદકામ થયેલ હોવાનું ફલિત થયેલ.
જેથી મે.ટન ૪૧૭૮ સાદી રેતી ખનીજના બિન-અધિકૃત રીતે ખોદકામ કરવા સબબ રેતી ખનિજ કિંમત પ્રતિ મે.ટન રૂ.૨૪૦ લેખે કિ.રૂ.૧૦,૦૨,૭૨૦ અને પર્યાવરણીય વળતર પેટના પ્રતિ મે.ટન ૪૧% લેખે રૂ.૪,૧૧,૧૧૫ મળી કુલ રૂ.૧૪,૧૩,૮૩૫ની રકમ વસુલ કરવા તેમજ દરોડા દરમ્યાન સ્થળ પર રહેલ ગીરીરાજસિંહ પરબતસિંહ ગોહિલ (ઉ.વ.૨૫ રહે.વાંગધ્રા તા.ઉમરાળા જી.ભાવનગર),વાસુદેવ પુકારભાઇ સહાની (ઉ.વ.૪૪ રહે.હાલ-રાજસ્થળી (બજરંગ હોટલવાળા દિગુભાની વાડીએ), તા.ઉમરાળા જી.ભાવનગર મુળ-પરસવની તા.બરગનીયા જી. સીતા મઢી રાજય-બિહાર), હરેશ આંબાભાઇ પરમાર (ઉ.વ.૨૯ રહે.તરપાળા તા.ઉમરાળા જી.ભાવનગર) તેમજ મહેુલ મુકેશભાઇ સોલંકી (ઉ.વ.૨૪ રહે.વાંગધ્રા તા.ઉમરાળા જી.ભાવનગર)સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application