BREAKING NEWS

મનપાની ચૂંટણીને લઇ જમ્બો કારોબારી બનશે: રાજકોટ ભાજપમાંથી કોને તક?

  • October 03, 2025 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સંગઠન સંરચના અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પદે અમદાવાદના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ નવા પ્રદેશ પ્રમુખ બનશે તે નિશ્ચિત છે ત્યારે રાજકોટ શહેર ભાજપ અને રાજકોટ જિલ્લા ભાજપમાંથી હવે કોનો સમાવેશ કરાશે? તે અંગે અટકળો અને અનુમાનોનો દોર શરૂ થયો છે. રાજ્યમાં મહાપાલિકાઓની આગામી ચૂંટણીને ધ્યાને લઈને જમ્બો કારોબારી રચાશે અને કોઈ નારાજ ન થાય તે રીતે સૌનો સમાવેશ કરાશે તેમ મનાય રહ્યું છે. જો કે પ્રદેશના રડારમાં રહેલા રાજકોટ શહેર અને જિલ્લાનું શું થશે ? તે તો આવનારો સમય જ કહી શકે તેમ છે. હોદાઓ માટે હાલથી જ લોબિંગ શરૂ થઇ ગયું છે.

ગુજરાત પ્રદેશ ભાજપની હાલની ટીમમાં રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા ભાજપમાંથી બે વ્યક્તિને પ્રદેશમાં સ્થાન અપાયું હતું જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પદે ડો.ભરત બોઘરા અને પ્રદેશ મંત્રી પદે બીનાબેન આચાર્ય છે. આ ઉપરાંત મોરચા અને સેલમાં

પ્રદેશ યુવા ભાજપ મોરચાના પ્રમુખ પદે પ્રશાંત કોરાટ (જેતપુર) તેમજ પ્રદેશ ભાજપ કિસાન મોરચામાં મંત્રી પદે વિજય કોરાટ (મોટામવા, રાજકોટ) ઉપરાંત અનુ. જાતિ મોરચામાં ઉપાધ્યક્ષ તરીકે રાજુભાઇ અધેરા, લઘુમતી મોરચામાં મંત્રી તરીકે હારૂન શાહમદાર વિગેરે હતા. જ્યારે પ્રદેશ કારોબારી સભ્ય પદે રમેશભાઇ રૂપાપરા, ધનસુખભાઇ ભંડેરી, નીતિનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ ધ્રુવ, માંધાતાસિંહ જાડેજા, જીતુ મહેતા, ડો.વલ્લભ કથિરીયા, રક્ષાબેન બોળીયા સહિતના સમાવિષ્ટ હતા. વિશેષ આમંત્રિત સભ્યમાં વિજયભાઈ રૂપાણી સહિતના હતા.



ભાજપના પ્રદેશ પ્રમુખ પદની તારીખ

ક્રમ વર્ષ પ્રમુખ

૧.૧૯૮૦- ૧૯૮૩ કેશુભાઇ પટેલ

૨.૧૯૮૩- ૧૯૮૫ મકરંદ દેસાઇ

૩.૧૯૮૫- ૧૯૮૬ ડો.એ.કે.પટેલ

૪.૧૯૮૬- ૧૯૯૧ શંકરસિંહ વાઘેલા

૫.૧૯૯૧- ૧૯૯૬ કાશીરામ રાણા

૬.૧૯૯૬- ૧૯૯૮ વજુભાઇ વાળા

૭.૧૯૯૮- ૨૦૦૫ રાજેન્દ્રસિંહ રાણા

૮.૨૦૦૫- ૨૦૦૬ વજુભાઇ વાળા

૯.૨૦૦૬- ૨૦૧૦ પરસોત્તમ રૂપાલા

૧૦.૨૦૧૦-૨૦૧૬ આર.સી.ફળદુ

૧૧.ફેબ્રુ.થી ઓગસ્ટ-૨૦૧૬ વિજય રૂપાણી

૧૨.૨૦૧૬-૨૦૨૦ જીતુભાઇ વાઘાણી

૧૩.૨૦૨૦-૨૦૨૫ સી.આર.પાટીલ

૧૪.૪-૧૦-૨૦૨૫થી જગદીશ વિશ્વકર્મા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News