BREAKING NEWS

જૂનાગઢ હાટકેશ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાશે

  • August 27, 2026 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં જન્માષ્ટમીની વિશિષ્ટ રીતે ઉજવણી માટે જાણીતા હાટકેશ યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ  ફ્લોટ નિર્માણ કરવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
       આગામી તા.૪ ઓગષ્ટે જન્માષ્ટમી છે.જૂનાગઢમાં જન્માષ્ટમીની ઉજવણીમા શહેર સુશોભન ફલોટ માં દર વર્ષે અવ્વલ  આવતા હાટકેશ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી
 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ યુવક મંડળ દ્વારા  ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ  હાટકેશ્વર મહાદેવ મંદિર નજીક વિશાળ પટાંગણમાં સુશોભન ફલોટ બનાવવામાં આવે છે. આ વર્ષે પણ કૃષ્ણ જીવન ચરિત્રની ઝાંખી અને અવનવી થીમ  દર્શાવતા ભવ્ય ફલોટનું નિર્માણ કરવામાં આવશે. સાતમના દિવસે ફલોટ ખુલ્લો મુકાશે.તા.૩ અને ૪ સપ્ટેમ્બર સાતમ અને આઠમ બે દિવસ દરમિયાન  શહેરીજનો માટે રજૂ થનાર ભવ્ય ફલોટના નિર્માણ માટે  હાટકેશ યુવક મંડળની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application