BREAKING NEWS

રોકાણમાં માત્ર 5 વર્ષનો વિલંબ અને 3 કરોડનું નુકસાન! જાણો નિવૃત્તિ માટે ફંડ ભેગું કરવાનો 'પાવર ઓફ કમ્પાઉન્ડિંગ' નિયમ

  • April 13, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટાભાગના યુવાનો વિચારે છે કે અત્યારે તો મોજ-મસ્તીની ઉંમર છે, રોકાણ તો 30-35 વર્ષની ઉંમરે પણ કરી શકાશે. પરંતુ નાણાકીય નિષ્ણાતોના મતે, આ જ તમારી સૌથી મોટી ભૂલ છે. રોકાણ માટે તમે કેટલી રકમ રોકો છો તેના કરતા પણ વધુ મહત્વનું એ છે કે તમે 'કેટલા સમય' માટે રોકો છો.


5 વર્ષના તફાવતની મોટી કિંમત
ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે બે મિત્રો છે, આયુષી અને આયુષ. બંને દર મહિને 10,000 રૂપિયાની SIP (Systematic Investment Plan) શરૂ કરવાનું નક્કી કરે છે અને તેના પર વાર્ષિક 12% વળતરની અપેક્ષા રાખે છે.


આયુષી: તે 25 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરે છે. 60 વર્ષની નિવૃત્તિ સુધીમાં તેનું કુલ રોકાણ 42 લાખ રૂપિયા થશે. પરંતુ, કમ્પાઉન્ડિંગના પ્રતાપે તેનું કુલ ફંડ ₹6.49 કરોડ થઈ જશે.


આયુષ: તે 5 વર્ષ મોડો એટલે કે 30 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરે છે. 60 વર્ષની ઉંમર સુધીમાં તેનું કુલ રોકાણ 36 લાખ રૂપિયા થશે. પરંતુ, તેનું કુલ ફંડ માત્ર ₹3.52 કરોડ જ થશે.


તફાવત: માત્ર 5 વર્ષના વિલંબને કારણે આયુષને આયુષી કરતા અંદાજે 3 કરોડ રૂપિયા ઓછા મળશે. આ જ છે કમ્પાઉન્ડિંગનો જાદુ, જે રોકાણના છેલ્લા વર્ષોમાં સૌથી ઝડપથી વધે છે.


કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) કેવી રીતે કામ કરે છે?
કમ્પાઉન્ડિંગ એટલે તમારા રોકાણ પર મળતા વ્યાજ પર પણ વ્યાજ મળવું. શરૂઆતના વર્ષોમાં આ રકમ નાની લાગે છે, પણ 15-20 વર્ષ પછી તે રોકેટની ગતિએ વધવા લાગે છે. જો તમે રોકાણ કરવાનું 35 વર્ષની ઉંમરે શરૂ કરો છો, તો 60 વર્ષે તમારી પાસે માત્ર ₹1.9 કરોડ જ હશે. એટલે કે, તમે જેટલા મોડા પડશો, એટલી જ મોટી તક ગુમાવશો.


મોંઘવારીની માર સામે કેવી રીતે ટકી રહેવું?
આજે 3 કે 6 કરોડની રકમ મોટી લાગે છે, પણ 30 વર્ષ પછી તેની કિંમત અત્યારના જેટલી નહીં હોય. જો આપણે 6% મોંઘવારી દર ગણીએ, તો ભવિષ્યના 3.5 કરોડની ખરીદશક્તિ (Purchasing Power) અત્યારના માત્ર 61 લાખ રૂપિયા જેટલી જ હશે.



સ્ટેપ-અપ એસઆઈપી

મોંઘવારીને માત આપવા માટે દર વર્ષે તમારી SIP ની રકમમાં ઓછામાં ઓછો 10% નો વધારો કરો. જેમ જેમ તમારો પગાર વધે, તેમ રોકાણ પણ વધારો. આ પદ્ધતિથી તમે નિવૃત્તિ સમયે એટલું મજબૂત ફંડ બનાવી શકશો કે જે કોઈપણ આર્થિક પડકારનો સામનો કરી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application