Hન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનુભવી નિર્માતા-દિગ્દર્શક અને લેખક કે. સી. બોકાડિયા હવે પોતાની નવી ફિલ્મ તીસરી બેગમ સાથે ફરી એકવાર દર્શકો સમક્ષ આવી રહ્યા છે. આ ફિલ્મ આજે એટલેકે ૨૨ મેના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
પરિવાર પ્રધાન અને મનોરંજક ફિલ્મો માટે જાણીતા કે. સી. બોકાડિયા આ વખતે સંબંધો, લગ્ન અને સામાજિક વિચારસરણીને એક નવા અંદાજમાં રજુ કરી રહ્યા છે. ફિલ્મ તીસરી બેગમ માં કૈનાત અરોરા, મુગ્ધા ગોડસે, કેવિન ગાંધી, રચના શ્યામ, સુપ્રિયા કર્ણિક અને રાણા જંગ બહાદુર સહિત અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા ત્રણ લગ અને તેનાથી જોડાયેલી લાગણીઓ, સંબંધો અને પરિસ્થિતિઓ પર આધારિત છે. ફિલ્મમાં મનોરંજન સાથે પરિવાર અને સમાજને સ્પર્શતો સંદેશ પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ લખનો અને
મુંબઈની સુંદર લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. લખનૌની નવાબી સંસ્કૃતિ અને મુંબઈની આધુનિક જીવનશૈલીનો સુંદર સમન્વય ફિલ્મને વિશેષ બનાવે છે.કે. સી. બોકાડિયા ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા ગણતરીના ફિલ્મમેકર્સમાં સામેલ છે જેમણે પાંચ દાયકાથી વધુ સમય સુધી સતત સફળતાપૂર્વક કામ કર્યું છે. તેમણે નિર્માતા, દિગ્દર્શક અને લેખક તરીકે ૬૦વી વધુ ફિલ્મો બનાવી છે. તેમની જાણીતી ફિલ્મોમાં તેરી મહેરબાનિયાં, પ્યાર ઝુકતા નહીં, નસીબ અપના
અપના, આઓ પ્યાર કરે, આજ કા અર્જુન, ફૂલ બને અંગારે, પોલીસ ઔર મુજરિમ, ઇન્સાનિયત કે દેવતા, શક્તિમાન, મુકદ્દમા, લાલ બાદશાહ, ખુદા કસમ, દીવાના મેં દીવાના, હર્ટી પોલિટિકસ અને હમ તુમ્હારે હૈં સનમ જેવી અનેક સફળ ફિલ્મોનો સમાવેશ વાય છે.કે. સી. બોકાડિયાનો પહેલો ટીવી સિરિયલ સરદાર પણ દર્શકોમાં ખૂબ લોકપ્રિય રહ્યો હતો. મોટા પડદા સાથે નાના પડદા પર પણ તેમણે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. બોકાડિયાની સૌથી મોટી વિશેષતા એ
રહી છે કે તેમણે દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત સાથે અનેક પાદગાર ફિલ્મો કરી છે. ઇન્ડસ્ટ્રીમાં તેમને એવા નિર્માતા-દિગ્દર્શક તરીકે ઓળખવામાં આવે છે જેમણે રજનીકાંત સાથે સૌથી વધુ કામ કર્યું છે. ફૂલ બને અંગારે, ત્યાગી, ઈન્સાનિયત કે દેવતા જેવી ફિલ્મોમાં બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે. સી. બોકાડિયાનું નામ એવા ફિલ્મકારોમાં લેવામાં આવે છે જેમણે વ્યાવસાયિક સિનેમાને નવી ઊંચાઈ આપી છે. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર,
વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિંહા, ગોવિંદ્ય, સલમાન ખાન, શાહરૂખ ખાન, સની દેઓલ અને રજનીકાંત જેવા અનેક મોટા સ્ટાર્સ સાથે તેમણે કામ કર્યું છે. હવે
દર્શકોની નજર તીસરી બેગમ પર ટકેલી છે, જેના દ્વારા કે. સી. બોકાડિયાફરી એકવાર પોતાના સિનેમેટિક જાવી મોટા પડદા પર દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે.