KKR vs PBKS: પંજાબ કિંગ્સે IPLના 17 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો ટાર્ગેટ કર્યો હાંસલ, પંજાબે કોલકાતાને 8 વિકેટે હરાવ્યું

  • April 26, 2024 11:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી દિધુ છે. સેમ કુરનની ટીમને 262 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ જોની બેયરસ્ટોની સદી અને શશાંક સિંહની તોફાની ઇનિંગ્સના કારણે તેણે 8 બોલ બાકી રહીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. 


જોની બેયરસ્ટો 48 બોલમાં 108 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. તે જ સમયે શશાંક સિંહે 28 બોલમાં 68 રન બનાવ્યા હતા. આ બેટ્સમેને પોતાની ઇનિંગમાં 2 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. જોની બેયરસ્ટો અને શશાંક સિંહ વચ્ચે 84 રનની ભાગીદારી થઈ હતી.


બેયરસ્ટો-શશાંકની શાનદાર શરૂઆત

આ રીતે પંજાબ કિંગ્સે IPLના 17 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો ટાર્ગેટ હાંસલ કર્યો. કોલકાતા નાઈટ રાઈડર્સના 261 રનના જવાબમાં પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહ અને જોની બેયરસ્ટોએ પ્રથમ 6 ઓવરમાં 93 રન ઉમેરીને તોફાની શરૂઆત અપાવી હતી. જોકે આ પછી પ્રભસિમરન સિંહ 20 બોલમાં 54 રન બનાવીને રનઆઉટ થયો હતો, પરંતુ જોની બેયરસ્ટોએ બીજી વિકેટ મજબૂતીથી પકડી રાખી હતી. રિલે રૂસોએ 16 બોલમાં 26 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી જોની બેયરસ્ટોને શશાંક સિંહની ઈનિંગ્સની સારી પાર્ટનરશીપ મળી હતી.


પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને પહોંચી

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એકમાત્ર સફળતા સુનીલ નરેનને મળી હતી. આ સાથે જ આ જીત બાદ પંજાબ કિંગ્સ 9 મેચમાં 8 પોઈન્ટ સાથે આઠમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ નવમા સ્થાને સરકી ગઈ છે. જો કે, આ હાર છતાં KKR 8 મેચમાં 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application