શહેરના હોસ્પિટલ ચોક બ્રિજ નીચેથી ચોરીના બાઈક સાથે નીકળેલા થાનગઢના શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
શહેરના એ–ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટની સૂચનાથી પીએસઆઇ એમ.વી.લુવા સહિતનો સ્ટાફ મિલકત સબંધી ગુનાઓના બનાવોને ઉકેલવા અને આરોપીને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે પો.હેડ કોન્સ.કિશનભાઈ આહીર, પો.કોન્સ. હરપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, જયરાજસિંહ કોટીલાને સંયુકત બાતમી મળી હતી કે, હોસ્પિટલ ચોકના બ્રિજ નીચે બાઈક લઈને શખ્સ ઉભો છે જે શંકાસ્પદ લાગી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તેને આંતરી નામ સહિતની પુછપરછ કરતા પોતાનું નામ કનુ ઉર્ફે કાનજી અમરાભાઇ વાળા (ઉ.વ.૨૫–રહે–વીટકો પોટ્રી, આંબેડકરનગર શેરી નંબર–૪,થાનગઢ)નો હોવાનું જણાવતા તેની પાસે રહેલી સ્પેન્ડર બાઇકના ડોકયુમેન્ટ માગતા તેની પાસે ન હોવાનું કહેતા પોલીસે ઈ–ગુજકોપ અને પોકેટકોપની મદદથી સર્ચ કરતા આ બાઈક રાજકોટના વ્યકિતના નામે રજીસ્ટ્રેશન હોવાનું ખુલતા શખસની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા આ બાઈક રાજકોટના વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા શખ્સને ઝડપી પાડી તપાસ કરતા બાઈક બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયું હોવાની ફરિયાદ નોંધાયેલી હતી. આમ એ ડિવિઝન પોલીસે બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech