BREAKING NEWS

રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં કરણ અદાણીની મોટી જાહેરાત...કચ્છમાં 5 વર્ષમાં 1.5 લાખ કરોડ ઈન્વેસ્ટ કરશે

  • January 11, 2026 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં અદાણી પોર્ટના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ કહ્યું કે તમારી લીડરશિપમાં ભારત આગળ વધી રહ્યું છે. કચ્છ સૌથી મોટું એનર્જી હબ છે. મુન્દ્રા અમારી કર્મભૂમિ છે. સોલાર મેન્યુફેક્ચર હબ મુન્દ્રા છે. વર્લ્ડ લાર્જેસ્ટ એનર્જી પાર્ક મુન્દ્રામાં અદાણી બનાવી રહ્યું છે. 37 ગીગા બાઈટનું એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યું છે. 1.5 લાખ કરોડ આવતા 5 વર્ષ માટે કચ્છ મુન્દ્રામાં ઈન્વેસ્ટ કરીશું. વિકસિત ભારત 2047માં અદાણી ગ્રુપ સરકારની સાથે છે.


‘આજે વેલસ્પન એક લાખ લોકોને રોજગારી આપે છે’

2003ના પહેલા વાઇબ્રન્ટમાં ગયો ત્યારે વાપીમાં હું પ્લાન્ટ કરવાનો હતો, પરંતુ મોદી સાહેબે કચ્છમાં કરવા માટે કહ્યું હતું. હું દિલના અવાજથી કઉ છું. મોદીજીએ કહ્યું હતું એક રૂપિયો કચ્છમાં રોકશો તો એક ડોલર રિફંડ મળશે. આજે વેલસ્પન એક લાખ લોકોને રોજગારી આપે છે.


સૌરાષ્ટ્ર-કચ્છ દુનિયાની સૌથી મોટી રિફાઇનરી

બી.કે.ગોએન્કાએ જણાવ્યું કે કચ્છ અમારી જન્મભૂમિ છે. કચ્છમાં પાણીની સમસ્યા હતી. આજે આ જ સૌરાષ્ટ્ર-કચ્છ દુનિયાની સૌથી મોટી રિફાઇનરી, પોર્ટ અને સિરામીક માટે જાણીતું છે. આ બધું છેલ્લા 20 વર્ષમાં થયું છે. એનો શ્રેય પ્રધાનમંત્રીને આપવા માંગુ છું.


વર્લ્ડનો સૌથી લાર્જેસ્ટ પાઇપ પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે

પાઈપલાઈન બિઝનેસ 5000 કરોડનો છે. વર્લ્ડનો સૌથી લાર્જેસ્ટ પાઇપ પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. આનો શ્રેય પણ હું ગુજરાતને આપું છું. આજે અમારી સામે ચેલેન્જ છે આત્મનિર્ભર નહિ પણ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News