BREAKING NEWS

હોમબાઉન્ડ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થતા કરણ જોહર સાતમાં આસમાનમાં

  • December 17, 2025 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પ્રખ્યાત બોલિવૂડ કલાકારો ઇશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવા અભિનીત "હોમબાઉન્ડ", હવે ઓસ્કાર 2026 ની રેસમાં પ્રવેશી છે. તેમની ફિલ્મ ટોપ 15 માં સામેલ થઈ છે ત્યારથી, કરણ જોહર ખૂબ ખુશ છે, તેનો આનંદ આસમાનને અડી રહ્યો છે.તેણે કહ્યું મારું આ સ્વપ્ન હતું જે સાકાર થયું.

કરણ જોહરની ફિલ્મ "હોમબાઉન્ડ" ને 98મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર 2026) માં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે નોમિનેટ કરવામાં આવી છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસે 16 ડિસેમ્બરે આ જાહેરાત કરી. દુનિયાભરમાંથી પંદર ફિલ્મો પસંદ કરવામાં આવી છે, જેમાં કરણ જોહરની એક ફિલ્મનો પણ સમાવેશ થાય છે.નીરજ ઘાયવાન દ્વારા દિગ્દર્શિત, "હોમબાઉન્ડ" માં વિશાલ જેઠવા, ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર અભિનય કરે છે. આ ફિલ્મને પહેલાથી જ અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં પ્રશંસા મળી છે. હવે, ઓસ્કાર શોર્ટલિસ્ટમાં સામેલ થવું એ કરણ જોહર માટે એક મોટી સિદ્ધિ છે. તે કહે છે કે તે એક સ્વપ્નથી ઓછું નથી.


કરણ જોહરે ખાસ પોસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી

કરણ જોહરે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓફિશિયલ ઓસ્કાર શોર્ટલિસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો. તેણે તેની સાથે એક ખાસ નોંધ પણ લખી. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું, "મને ખબર નથી કે મારી ખુશી કેવી રીતે વ્યક્ત કરવી.આ ફિલ્મની સફર મારા અને મારી ટીમ માટે એક સ્વપ્નથી ઓછી રહી છે. ધર્મા પ્રોડક્શન્સ માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે અમારી ફિલ્મ આટલી દૂર પહોંચી છે. પોતાની પોસ્ટમાં, તેણે નીરજ ઘાયવાનનો પણ આભાર માન્યો, જેમણે અમારા ઘણા સપના સાકાર કર્યા.અહી જણાવી દઈએ કે ઇશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવા અભિનીત, "હોમબાઉન્ડ" બે મિત્રો, મોહમ્મદ શોએબ અને ચંદન કુમારની આસપાસ ફરે છે. તેઓ તેમના ગામમાં સામાજિક ભેદભાવ જોવે છે અને તેને સમાપ્ત કરવા માટે કટિબદ્ધ છે. તેઓ પોલીસ પરીક્ષા પાસ કરવાનું અને સન્માનજનક જીવન જીવવાનું સ્વપ્ન જુએ છે. પરંતુ જેમ જેમ તેઓ આ સફર શરૂ કરે છે, તેમની મિત્રતા અને જીવનમાં ભારે પરિવર્તન આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application