બે સૌથી મોટી સરકારી બેંકો એસબીઆઈ અને પીએનબીના નામ કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. કર્ણાટક રાય સરકારે જાહેર ક્ષેત્રની બંને બેંકોને તેમના તમામ સરકારી કામો પર પ્રતિબધં મૂકવાનો નિર્ણય કર્યેા છે. હવે બંને બેંકોને આ મામલે થોડા દિવસનો સમય મળ્યો છે. રાય સરકારે પ્રતિબંધના નિર્ણયને ૧૫ દિવસ માટે મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
કર્ણાટક સરકારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે એસબીઆઈ અને પીએનબી પર પ્રતિબધં મૂકતા પરિપત્રને ૧૫ દિવસ માટે હોલ્ડ પર મૂકી રહી છે. સરકારે કહ્યું છે કે પ્રતિબંધના નિર્ણય પછી, જાહેર ક્ષેત્રની બંને મોટી બેંકોએ ગઈકાલે લેખિત જવાબો દાખલ કર્યા હતા અને મામલાને ઉકેલવા માટે ૧૫ દિવસનો સમય માંગ્યો હતો. આ ઉપરાંત બંને બેંકોના વરિ અધિકારીઓએ નાણા વિભાગના વરિ અધિકારીઓને પણ મળ્યા હતા અને તેમના વિચારો રજૂ કર્યા હતા.
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ બેંકની વિનંતીની નોંધ લેતા, નાણા વિભાગના અધિકારીઓને ૧૫ દિવસ સુધી પરિપત્ર હોલ્ડ પર રાખવા સૂચનાઓ જારી કરી હતી. કર્ણાટક સરકારનું કહેવું છે કે ૧૫ દિવસનો સમય મળવાથી બંને સાર્વજનિક ક્ષેત્રની બેંકોને રાય સરકારની ચિંતાઓ દૂર કરવા અને મામલાને ઉકેલવા માટે પૂરતો સમય મળશે.
અગાઉ, રાય સરકારે એસબીઆઈ અને પીએનબીની તમામ બેંકિંગ પ્રવૃત્તિઓ પર પ્રતિબધં મૂકવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત બંને મોટી સરકારી બેંકોમાં રાય સરકારની તમામ થાપણો ઉપાડી લેવાનો નિર્ણય પણ લેવાયો હતો. કર્ણાટક સરકારે કહ્યું કે તે નાણાકીય ગોટાળાને કારણે બંને સરકારી બેંકો સાથેના તેના તમામ સંબંધો સમા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાય સરકારે ૧૨ ઓગસ્ટે આ અંગે એક પરિપત્ર બહાર પાડો હતો. તે પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે રાય સરકારે ૨ જુલાઈ અને ૬ ઓગસ્ટના રોજ પબ્લિક એકાઉન્ટસ કમિટીએ આપેલા અવલોકનો અને કેગના અહેવાલમાં મળેલા ઓડિટ તારણોના આધારે એસબીઆઈ અને પીએનબી સાથેના સંબંધોને સમા કરવાનો નિર્ણય લીધો. પરિપત્રમાં, સરકારે તેના તમામ વિભાગોને બંને બેંકોની તમામ શાખાઓમાં તેમના ખાતા બધં કરવાનો નિર્દેશ આપ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech