BREAKING NEWS

ઇથેનોલ વગરના શુદ્ધ પેટ્રોલના સેમ્પલ ન મળતા કેરળ સરકારે કેન્દ્ર પાસે માગી મદદ

  • November 25, 2026 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પેટ્રોલમાં ઇથેનોલની માત્રાને લઈને કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. કારણ કે તેલ કંપ્નીઓએ ઇથેનોલ વગરના શુદ્ધ પેટ્રોલના નમૂના આપવાનો ઇનકાર કરી દીધો છે. તેના કારણે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મુશ્કેલી ઊભી થઈ છે.તાજેતરમાં તપાસ દરમિયાન પેટ્રોલમાં નિર્ધિરિત મયર્દિા કરતાં વધુ ઇથેનોલ ભેળવવામાં આવતું હોવાનો મુદ્દો સામે આવ્યો હતો.


ત્યારબાદ સરકારે આ મામલે દરમિયાનગીરી કરી હતી. હવે કેરળ સરકારે પણ રાજ્યમાં વેચાતા પેટ્રોલની તપાસ શરૂ કરી છે. જોકે, આ તપાસમાં તેલ કંપ્નીઓ રાજ્ય સરકારને સહયોગ આપી રહી નથી. આથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી છે.
કેરળ સરકારનો આરોપ છે કે તેલ કંપ્નીઓ ઇથેનોલ વગરના પેટ્રોલના નમૂના આપવાનો ઇનકાર કરી રહી છે. આ મામલે કેરળના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી અનૂપ જેકબે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીને પત્ર લખીને મદદ માગી છે.


તેલ કંપ્નીઓ નમૂના નથી આપતી તેનું કારણ શુંમંત્રી અનૂપ જેકબે તાજેતરમાં જણાવ્યું હતું કે શુદ્ધ પેટ્રોલના નમૂના ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ જેવી કંપ્નીઓ પાસે ઉપલબ્ધ છે. શરૂઆતમાં કંપ્નીઓએ નમૂના આપવાની સંમતિ આપી હતી, પરંતુ બાદમાં તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો અને નમૂના આપવાનો ઇનકાર કર્યો હતો.

રાજ્ય સરકારના અધિકારીઓએ અનેક વખત કંપ્નીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને નમૂના મળી શક્યા નથી. હવે કેરળ સરકારે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા અને તેલ કંપ્નીઓને જરૂરી નમૂના ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપવા વિનંતી કરી છે.કેરળ સરકારને અનેક લોકો તરફથી ફરિયાદો મળી હતી કે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાથી વાહનોનાં એન્જિન પર અસર પડી શકે છે. આ ફરિયાદો બાદ સરકારે રાજ્યનાં વિવિધ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલના નમૂના એકત્રિત કયર્િ હતા. આ નમૂના તપાસ માટે સરકારી રાસાયણિક પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા.જોકે, પ્રયોગશાળાએ જણાવ્યું હતું કે પેટ્રોલમાં ઇથેનોલની ચોક્કસ માત્રા જાણવા માટે ઇથેનોલ વગરના શુદ્ધ પેટ્રોલના નમૂના પણ જરૂરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application