રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં ગત રાત્રીના દુકાન પાસે બેઠેલા યુવક ઉપર બ્લેક કલરની સ્કોર્પિયોમાં આવેલા ચાર જેટલા શખ્સોએ તલવાર, ફરસી, લાકડી વડે જીવલેણ હત્પમલો કરી લોહીલુહાણ કરતા યુવકને બચાવવા દોડી આવેલા પુત્રને પણ શખ્સોએ હથિયારો વડે ઇજા કરતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં યુવકના પગમાં ફેકચર તેમજ પુત્રનું માથું ફટી જતા ચાર જેટલા ટાકા આવ્યા હતા. બનાવ અંગે આજી પોલીસે હાજા જોગરાણા, તેજા જોગરાણા, રામા જોગરાણા અને ખોડા જોગરાણા સામે ગુનો નોંધ્યો છે. જેની ઉપર હત્પમલો થયો તેના મોટાભાઈને હત્પમલાખોરો સાથે એકાદ વર્ષ પહેલા માથાકૂટ થઇ હતી તેનો કોર્ટ કેસ ચાલતો હોવાથી આ વાતનું મનદુ:ખ રાખી શખ્સો ફિલ્મી ઢબે આવી તૂટી પડા હતા.
બનાવની મળતી વિગતો મુજબ કોઠારીયા સોલવન્ટમાં શીતળાધાર શેરી નંબર–૩માં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ભીખાભાઇ જીવનભાઈ મીર (ભરવાડ) ગત સાંજે નવેક વાગ્યે ઘરથી આગળ આવેલી પુત્રની કરિયાણાની દુકાન સામે બાંકડે બેઠા હતા ત્યારે હાજા જોગરાણા, તેજા જોગરાણા, રામા જોગરાણા અને ખોડા જોગરાણા બધા હથિયારો સાથે અચાનક આવી યુવક કંઈક સમજે પહેલા જ તલવારનો ઘા માથામાં મારી દીધો હતો અને ફરસી તેમજ લાકડી વડે આડેધડ મારમારવા લાગ્યા હતા. આ જોઈ સામે દુકાનમાં બેઠેલો પુત્ર વિશાલ (ઉ.વ.૧૮)નો દોડી આવ્યો હતો અને પિતાને છોડવવા વચ્ચે પડતા તેના ઉપર પણ તલવાર, લાકડી વડે મારમારતા બંનેને ઇજા થઇ હતી.
દેકારો થતા એક બ્લેક કલરની સ્કોર્પિયોમાં બે અજાણ્યા શખ્સો લઈને આવ્યા હતા તેમાં બેસી બધા ભાગી ગયા હતા. પિતા પુત્રને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવતા પિતાને પગના ભાગે ફેકચર થયાનું અને પુત્રને માથામાં ચાર ટાકા આવ્યાનું નિદાન થયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી ભીખાભાઈ મીરની ફરિયાદના આધારે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભીખાભાઈના મોટાભાઈ નારણભાઈને હત્પમલાખોરો સાથે અગાઉ માથાકૂટ થઇ હતી તેનો કોર્ટ કેસ પણ ચાલુ છે, આ વાતનો ખાર રાખી નાના ભાઈ ઉપર હત્પમલો કર્યેા હોવાનું ખુલ્યું છે. પોલીસે ચારેય શખ્સોની ધરપકડની તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application