તેજસ્વી પ્રકાશ-કરણ કુન્દ્રા વચ્ચે ખટરાગની ચર્ચા
બિગ બોસ-15નું પાવરફૂલ કપલ ગણાતા તેજસ્વી પ્રકાશ-કરણ કુન્દ્રાના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ સ્ટાર કપલે હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. હવે બંનેની નજીકની વ્યક્તિએ તેમના બ્રેકઅપની વાતની પુષ્ટિ કરી અને કહ્યું છે કે 3 વર્ષ ડેટિંગ પછી આવું કેમ થયું?તેની ચર્ચા ચાલી રહી છે.
બિગ બોસમાં ઘણા નવા સંબંધો બંધાયા હતા, કેટલાકનો પ્રેમ કાયમ માટે ટકી રહ્યો, તો કેટલાક લોકો જુદા પડી ગયા છે. જો કે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા બિગ બોસ-15માં એકબીજાના કોમ્પિટિટર તરીકે આવ્યા હતા, પરંતુ શૉમાં બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા. બંનેએ બહાર આવીને પોતાના પ્રેમનો એકરાર કર્યો. પરંતુ, ત્રણ વર્ષ સુધી એક હેપ્પી કપલની જેમ રહ્યા બાદ હવે તેમની વચ્ચે બધુ જ સમાપ્ત થઈ ગયું છે. હવે તેના ફેન્સ તેજરાનનું બ્રેકઅપ કેમ થયું તે જાણવા માટે બેકરાર છે.તેજસ્વી પ્રકાશ-કરણ કુન્દ્રાના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ સ્ટાર કપલે હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. હવે બંનેની નજીકની વ્યક્તિએ તેમના બ્રેકઅપની વાતની પુષ્ટિ કરી અને કહ્યું છે કે 3 વર્ષ ડેટિંગ પછી આવું કેમ થયું?
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની નજીકના એક સૂત્રએ ન્યૂઝ 18ને જણાવ્યું કે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ હવે એકબીજાને ડેટ કરતા નથી. તેમના બ્રેકઅપને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે નાની-નાની વાત પર લડાઈઓ થતી હતી. આ માટે બંનેએ અલગ થવાનું નક્કી કર્યું. સૂત્રોએ આગળ કહ્યું કે, બંને હાલમાં એક સાથે જાહેરમાં જોવા મળી રહ્યા છે. કારણ કે તે બંને છેલ્લા ત્રણ વર્ષથી એક પાવરફુલ કપલ રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, બંને હાલમાં પોતાના બ્રેકઅપનું એલાન કરવા માંગતા નથી. જો કે, કરણ અને તેજસ્વી તેમના બ્રેકઅપ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.મહત્ત્વનું છે કે, તેમના બ્રેકઅપના સમાચાર પહેલા તેમના લગ્નના સમાચાર ચર્ચામાં હતા. બંનેએ દુબઈમાં ઘર પણ ખરીદ્યું હતું. કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ બિગ બોસ-15ના ઘરમાં જ એકબીજાની નજીક આવ્યા હતા ઘરની બહાર આવ્યા બાદ બંને એકસાથે સ્પોટ થવા લાગ્યા અને એ જ રીતે તેમનું રિલેશનશિપ કન્ફર્મ થઈ ગયું હતું.
બીજી તરફ, તેજસ્વી પ્રકાશ-કરણ કુન્દ્રાના બ્રેકઅપની વાત પર જ્યારે બંને સ્ટાર્સની ટીમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમની ટીમે બ્રેકઅપ પર વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech