BREAKING NEWS

જૂનાગઢ બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે ‘ખેલો ઈન્ડિયા સંવાદ’ કાર્યક્રમ યોજાયો

  • August 28, 2026 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



  આગામી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ઉપક્રમે મારો યુવા ભારત  જૂનાગઢ તથા રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે “ખેલો ઈન્ડિયા સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
     કાર્યક્રમના પ્રારંભે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનોને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ યુવાનોને રમતગમત સાથે જોડાવા, ફિટનેસને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા તથા રમતગમત ક્ષેત્રે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રેરિત કર્યા હતા.આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય  સંજય કોરડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનો સાથે સંવાદ કરતાં રમતગમતનું મહત્વ, યુવા શક્તિની ભૂમિકા તથા રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
    યુવાનોએ ધારાસભ્ય સાથે વિવિધ વિષયો અંગે સંવાદ કરી પોતાના પ્રશ્નો, સૂચનો અને વિચારો રજૂ કર્યા હતા. તેમજ ગાંધીનગર ખેલો ઈન્ડિયા સેન્ટરના કબડ્ડી ખેલાડી  સંદીપ, નડિયાદના વોલીબોલ ખેલાડી સ્નેહા તથા સ્થાનિક કુસ્તી ખેલાડી રાઠોડ બાંસરી ઉપસ્થિત રહ્યા હતા. ખેલાડીઓએ પોતાના રમતગમત ક્ષેત્રના અનુભવો યુવાનો સાથે વહેંચી રમતગમતમાં ઉપલબ્ધ તકો, તાલીમ, પડકારો અને કારકિર્દીની સંભાવનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
યુવાનોએ ખેલાડીઓને રમતગમતમાં કારકિર્દી, તાલીમની સુવિધાઓ, વિવિધ સ્પર્ધાઓ અને રમત પ્રતિભાઓને મળતી તકો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. ખેલાડીઓએ પ્રશ્નોના જવાબ આપતાં નિયમિત અભ્યાસ, શિસ્ત, દૃઢ સંકલ્પ અને સતત મહેનતને સફળતાની ચાવી ગણાવી હતી.
      કાર્યક્રમમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજના આચાર્ય ડો. આર. પી. ભટ્ટ, ઉપાચાર્ય પ્રો. (ડો.) એમ. એમ. જાની, જિલ્લા એન એન એસ નોડલ અધિકારી ડો. પરાગ દેવાણી, મારો યુવા ભારત, જૂનાગઢના જિલ્લા યુવા અધિકારી  મયંક ભદૌરિયા, પ્રોગ્રામ ઓફિસર  કે. એલ. કરાંગિયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
    કાર્યક્રમને સફળ બનાવવા મારો યુવા ભારતના સ્વયંસેવકો ધ્રુવ પરમાર, કૃશા નિમાવત, નિલેશ પોરાણિયા અને મહર્ષિ વિસાવડિયા સહિતના સ્વયંસેવકોએ  જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application