બ્રિટિશ સંસદમાં એક પાકિસ્તાની મૂળના સાંસદે વડા પ્રધાનને જૂઠા કહ્યા હતા અને સ્પીકર દ્રારા તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. જેને લઈને મોદી સરકારમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ ફરી એકવાર વિપક્ષ પર પ્રહાર કર્યેા હતો. કોઈનું નામ લીધા વિના, તેમણે વડા પ્રધાન પદની ગરિમા અંગે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે બ્રિટિશ સંસદનો એક વીડિયો શેર કર્યેા અને માંગ કરી કે ભારતમાં પણ આવું જ મોડેલ અપનાવવામાં આવે.
ગઈકાલે કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક વીડિયો શેર કર્યેા, જેમાં કહ્યું કે આપણે પણ બ્રિટિશ–વેસ્ટમિન્સ્ટર સંસદીય લોકશાહી મોડેલ અપનાવવું જોઈએ. તેમણે એક વીડિયો શેર કર્યેા જેમાં પાકિસ્તાની મૂળના બ્રિટિશ સાંસદ ઝારા સુલ્તાનાને બ્રિટિશ વડા પ્રધાનની ટીકા કર્યા પછી સંસદ છોડવાનું કહેવામાં આવ્યું હતું.
વીડિયો શેર કરતા કેબિનેટ મંત્રીએ લખ્યું કે ભારતમાં લોકો વડા પ્રધાનને કાયર, આત્મસમર્પણ કરનાર, આતંકવાદી, ચોર, શેરીનો કૂતરો અને અન્ય અસંખ્ય નામો આપે છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે બ્રિટિશ લોકોએ પાકિસ્તાની મૂળની ઝારા સુલ્તાનાને ફકત તેમના વડા પ્રધાનને જૂઠા કહેવા બદલ સંસદમાંથી હાંકી કાઢા હતા.
બ્રિટિશ સંસદના સ્પીકર લિન્ડસે હોયલે પાકિસ્તાની મૂળના સાંસદ ઝારા સુલ્તાનાને સંસદમાંથી હાંકી કાઢા હતા. નોંધનીય છે કે ઝારા ૨૦૨૨ પછી સંસદમાંથી હાંકી કાઢવામાં આવેલા પ્રથમ સાંસદ છે. સાંસદ લી એન્ડરસનને પણ ઝારા સુલ્તાના સાથે હાંકી કાઢવામાં આવ્યા હતા.
પાકિસ્તાની મૂળની સુલતાનાએ પીટર મેન્ડેલસન કેસ અંગે સંસદમાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરને જૂઠા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે દેશની જનતાને ગેરમાર્ગે દોર્યા છે. યારે સુલતાનાએ પોતાની બિનસંસદીય ટિપ્પણી પાછી ખેંચવાનો ઇનકાર કર્યેા, ત્યારે સ્પીકરે તેમને માત્ર ઠપકો આપ્યો જ નહીં પરંતુ તેમને સંસદમાંથી હાંકી પણ કાઢા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application