BREAKING NEWS

રાજકોટમાં કિંગ કોહલીનો 15 વર્ષનો ફેન 'વિરાટ' કૂદકો મારી મેદાનમાં ઘૂસ્યો, ચાલુ મેચે સ્ટાર ખેલાડીને ગળે ભેંટી પડ્યો, ગ્રાઉન્ડ સ્ટાફે દબોચી બહાર કર્યો

  • January 15, 2026 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝમાં બીજી મેચ ગઈકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાઈ હતી. ગઈકાલે ઉત્તરાયણના પર્વ વચ્ચે પણ મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો મેચ જોવા સ્ટેડિયમ પહોંચી ગયા હતા. ચાલુ મેચમાં કિંગ કોહલીના 15 વર્ષનો ફેન છ ફૂટની રેલિંગ કૂદી મેદાનમાં ઘૂસ્યો હતો. બાદમાં વિરાટ કોહલીને ભેટી પડ્યો હતો. જોકે ગ્રાઉન્ડ સ્ટાફ દોડી જઈ તેને દબોચી લઈ મેદાન બહાર કર્યો હતો.  



મળતી માહિતી મુજબ, ખંઢેરી સ્ટેડિયમમાં ગઈકાલની મેચના અંતમાં એક ચાહક બેરીકેટ કૂદીને મેદાનમાં વિરાટ કોહલીને મળવા પહોંચ્યો હતો. અચાનક જ મેદાનમાં પહોંચેલા ચાહકને જોઈ વિરાટ પણ આશ્ચર્યચકિત થયો હતો. સિક્યોરિટીએ યુવકને પકડી મેદાન બહાર લઇ જઈ પોલીસ હવાલે કર્યો હતો. બનાવના પગલે સિક્યોરિટી સામે પણ સવાલ ઉઠ્યા હતા.


રાજકોટમાં કે.એલ. રાહુલ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલ વન-ડે મેચમાં હજુ સુધી માત્ર બે જ સદી થઇ છે, જેમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી ડી કોકએ 2015માં 103 રન બનાવ્યા હતા અને આજે કે એલ રાહુલએ અણનમ રહી 112 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સ્ટેડિયમમાં વનડે મેચ દરમિયાન સદી ફટકારનાર કે એલ રાહુલ પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News