સોશિયલ મીડિયા પર વિવાદોને કારણે સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ આજે જૂનાગઢમાં એક અલગ જ રૂપમાં જોવા મળી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા તેને આજે કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટ કમ્પાઉન્ડમાં કીર્તિ પટેલના ધ્રુસકે ધ્રુસરે રડવા લાગી હતી. જેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
કોર્ટ પરિસરમાં કીર્તિનું હૈયાફાટ રૂદન
જેવી પોલીસની ગાડી કોર્ટ કમ્પાઉન્ડમાં આવી પહોંચી અને કીર્તિ પટેલને નીચે ઉતારવામાં આવી, કે તુરંત જ તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. હંમેશા આક્રમક અંદાજમાં જોવા મળતી કીર્તિની આવી લાચાર હાલત જોઈ ત્યાં હાજર લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. મહિલા પોલીસ તેને ગાડીમાંથી ઉતારી બાવડું પકડી કોર્ટ કચેરી તરફ લઈ ગઈ હતી. પોલીસના આ કડક વલણ અને કીર્તિની રડતી હાલતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કીર્તિ પટેલના આ રુદન પાછળ અનેક કારણો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. શું તેને જેલમાં જવાનો ડર સતાવી રહ્યો છે? આવા પ્રશ્નો હાલ જૂનાગઢમાં ચર્ચાના કેન્દ્રમાં છે.
કિર્તી પટેલ સામે જુનાગઢમાં ત્રણ પોલીસ ફરિયાદ
મહિલા PIની કીર્તિ સામે FIR
ગિરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રિના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો ઊમટી પડે છે, જોકે આ વર્ષે શિવરાત્રિની મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવતાં મોટો વિવાદ ઊભો થયો છે. મહિલા પીઆઈ કે.જે.મોડે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહાશિવરાત્રી મેળા દરમિયાન ફરજ પરના મહિલા પોલીસ અધિકારી કે.જે.મોડ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ કરવા બદલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ
બજરંગદાસ બાપુએ લાગણી દુભાતાં ફરિયાદ નોંધાવી
જૂનાગઢના સુપ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવાના મામલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓ હવે બેવડાઈ છે. ગઈકાલે પોલીસની ફરજમાં રુકાવટ કરવા બદલ ગુનો નોંધાયા બાદ આજે ફરી એકવાર કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ ભાલકાતીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે.
યુવાનને દુષ્કર્મના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી 20 લાખ માગ્યા
જૂનાગઢના ગલીયાવાડ ગામના સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર યુવાને કિર્તી પટેલના વિરોધમાં વીડિયો બનાવતા તેને કીર્તિ પટેલના સાગરીતોએ દુષ્કર્મના ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માંગતા ઈન્ફ્લુન્સરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં કિર્તી પટેલ આણી ટોળકી સામે જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
યુવકે પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી
બનાવ અંગે જૂનાગઢના ગલીયાવાડગામ દરજી શેરી પ્રાથમીક શાળાની પાછળ નવા પ્લોટમાં રહેતાં અફઝલ કારાભાઈ સીડા (ઉ.વ.૨૭) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કિર્તી પટેલ, દિવ્યા સાવલાણી (રહે બંને જૂનાગઢ), જશપાલસિહ દિવ્યાબેનનો બોયફ્રેન્ડ, હનુ રાણા ચાવડા અને વિરમ ચોથા મેવાડા (રહે. ત્રણેય સુરત)નું નામ આપી જણાવ્યું હતું કે, તે મજુરીકામની સાથે યુ-ટયુબ તથા ઈન્સટાગ્રામમા વીડીયો બનાવી અપલોડ કરે છે, તેની ઇન્સટાગ્રામ આઇડી જીદી બોય 4848 છે.
કિર્તી પટેલે મૃગીકુંડમાં સ્નાન કરી વિવાદ સર્જ્યો હતો
તાજેતરમાં જુનાગઢ ખાતે યોજાયેલ શીવરાત્રી મેળામા સાધુ સંતોએ મૃગીકુંડમાં શાહી સ્નાન કરેલ અને તેઓની સાથે કિર્તી પટેલ કે, જે યુટયુબ અને ફેસબુકમા વીડીયો બનાવી અપલોડ કરે છે, તેને પણ સાધુ વેશમા શાહી સ્નાન કરેલ, જે અંગે સનાતન ધર્મમા વિવાદ થયેલ, જેથી આ કીર્તી પટેલે સાધુ સંતો તથા સનાતન ધર્મ વિરૂધ્ધ સોશીયલ મીડીયામા વીડીયો બનાવી વાયરલ કરી સનાતન ધર્મનુ અપમાન કરેલ હતું. યુવાન પણ યુ-ટયુબર તરીકે વીડીયો બનાવતો હોય અને મુસ્લીમ હોવા છતા સનાતન ધર્મમા માનતો હોય જેથી છેલ્લા ચાર દીવસમા અલગ અલગ સમયે આ કીર્તિ પટેલે જે સનાતન ધર્મ તથા સાધુ સંતો વિરૂધ્ધ જે ખોટા વીડીયો બનાવેલ તેનો વિરોધ કરતા વીડીયો બનાવી મારી ઇન્સટા ગ્રામ આઈ.ડી.મા અપલોડ કરેલ હતાં.
નહીંતર તું જેલમાં જવાની તૈયારી રાખજે
જેથી આ વીડીયો કિર્તી પટેલ તથા તેના સાગરીતો જેમા દીવ્યા સાવલાણી, તેનો બોયફ્રેન્ડ જશપાલસીહ તેમજ હનુ ચાવડા, વીરમ મેવાડા આ કીર્તી પટેલના કહેવાથી તેમના ઇન્સટાગ્રામ આઈ.ડી.મા ફોન કરી ગાળો આપી તુ આ સનાતન ધર્મના સાધુ સંતોના જે વીડીયો બનાવ વાયરલ કરે છે અને કીતી પટેલને ખોટી પાડવાની કોશીષ કરે છે તે બધા વીડીયો તારી ઇન્સટાગ્રામ આઇ.ડી. માથી રીમુવ કરી નાખ અને તું આ મેટરમાથી સાઇડમા થઈ જા નહીતર મજા નહી આવે, હવે તું નવા વીડીયો પણ બનાવતો નહી, તારા આ વીડીયોના કારણે અમારી આબરૂમાં ઘટાડો થયેલ છે, જેથી તારે કીર્તી પટેલને તેના માટે ૨૦ લાખ રૂપીયા આપવા પડશે નહીતર તું જેલમાં જવાની તૈયારી રાખજે.
દીવ્યાએ ખોટા દુષ્કર્મના કેસમા ફીટ કરાવી દેવાની ધમકી આપી
તેમજ દીવ્યાએ ખોટા દુષ્કર્મના કેસમા ફીટ કરાવી દેવાની ધમકી આપે છે, આ દીવ્યાના તથા તેના બોયફ્રેન્ડ જશપાલસીંહ બંન્નેએ વોટસએપ કોલ કરી ધમકી આપે છે તેમજ તેની સાથે વીરમ મેવાડા તથા હનુ ચાવડા પણ ખોટા કેસમા ફીટ કરાવી દેવાની ધમકી આપે છે. રૂપીયા વીસ લાખની માંગણી કરી ગઈકાલે સાંજના છએક વાગ્યે તે ઘરે ગલીયાવાડ હતો ત્યારે જસપાલસીહનો ફોન આવેલ અને કોન્ફરન્સમા દીવ્યા પણ વાત કરતી હતી, તે બંન્ને ગાળો બોલતા હતા અને કહેલ કે, તું ઘરે જ રહેજે, અમે તારા ઘરે આવીએ છીએ, તુ તૈયારી રાખજે તેમ કહેતા આ બધાનો ભય લાગતા ઘરે બાથરૂમમાં પડેલ ફીનાઇલ પી ગયેલ અને ઉલ્ટી થતા માતાને જાણ થયેલ હતી.
યુવકે કંટાળી ફિનાઈલ પી લીધું
જેથી ભય લાગતા ઘરેથી એકલો નીકળી ગયેલ અને જેતપુર નવાગઢમા ભાદરના પુલ નજીક રેલ્વેના પુલ પાસે આવી ફરીવાર પાછુ ફીનાઇલ પી લીધુ હતું. જે બનાવ અંગે જેતપુર પોલીસે કાર્યવાહી કરી બાદમાં તપાસ જૂનાગઢ તાલુકા પોલીસને સોંપતા ત્યાં ત્રીજો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.