ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્રારા રાજકોટ ખાતે ડો. કુમાર વિશ્વાસની 'જલકથા'નું આયોજન થવા જઈ રહ્યું છે. આ મહાકાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા. ૧૪ ડિસેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ગુજરાતના વિખ્યાત લોકકલાકાર શ્રી કિર્તીદાન ગઢવીના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ કુમાર વિશ્વાસ ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને જીવન મૂલ્યોને તેમની આગવી શૈલીમાં રજૂ કરીને સૌરાષ્ટ્ર્રની જનતાને એક અનન્ય અનુભવ કરાવશે. તેમની પ્રસ્તુતિ માત્ર મનોરંજન જ નહીં, પણ વિચાર અને પ્રેરણાની સરવાણી વહાવશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લ ા ઘણા સમયથી જળસંચય ક્ષેત્રે સક્રિય છે અને સૌરાષ્ટ્ર્ર તથા ગુજરાતમાં જળસંચય માટે ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રકચરો કાર્યાન્વિત કરવા માટે સંકલ્પબદ્ધ છે. આ તમામ સેવાકીય કાર્યેા માટે ભંડોળ એકત્ર કરવાના ભાગપે આ 'જલકથા' અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
જલકથા સ્થળે તારીખ ૧૪ ડિસેમ્બરના રોજ સાંજે ૭.૩૦ વાગ્યેથી યોજાનાર આ લોક ડાયરામાં ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ કલાકાર શ્રી કિર્તીદાન ગઢવી અને તેમની ટીમ લોકસાહિત્યની વિરાસતને તેમની આગવી શૈલીમાં રજૂ કરશે. આ પ્રસંગે સુપરહીટ ગુજરાતી ફિલ્મ 'લાલો'ની ટીમના કલાકારો પણ વિશેષ હાજરી આપશે, જે આ કાર્યક્રમની રોનક વધારશે. દરમિયાન, ડાયરામાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર્રની જનતાને હાજરી આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લોકસાહિત્ય અને કલા એ આપણી સંસ્કૃતિનો આત્મા છે. કિર્તીદાનભાઈ જેવા કલાકારના સુરેલ કંઠે લોકગીતો અને ભજન સાંભળવા એ એક સુંદર અનુભૂતિ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગીરગંગા પરિવારના સેવાકાર્યેાને વધુ વેગ આપવાનો છે
જળસંચય પ્રવૃત્તિને મોઢ વણિક સમાજનો સહયોગ
સમગ્ર સૌરાષ્ટ્ર્ર અને ગુજરાતમાં જળસંચય માટે ૧,૧૧,૧૧૧ સ્ટ્રકચરો તૈયાર કરીને રાયને ફરીથી નંદનવન બનાવવાના વિશાળ ઉદ્દેશ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્રારા આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા : અપને અપને શ્યામ કી પૂર્વે રાજકોટના સમગ્ર મોઢ વણિક સમાજના અગ્રેસરોએ મંગળવારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રેસકોર્સ સ્થિત મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈને ગીરગંગાની જળસંચય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રતિનિધિ મંડળમાં મોઢ વણિક સમાજના અગ્રણીઓ હિરેનભાઈ છાપ્યા, ભાગ્યેશભાઈ વોરા, કેતનભાઇ મેસવાણી, કેતનભાઇ પારેખ, જશુભાઈ મહેતા, પ્રશાંતભાઈ ગાગડીયા, છાયાબેન વજેરીયા અને નીતાબેન પારેખ વગેરે જોડાયા હતા અને તેમણે ગીરગંગાની જળસંચયની પ્રવૃત્તિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ આગામી ડો. કુમાર વિશ્વાસની જલકથામાં તન, મન અને ધનથી સહયોગ માટે કોલ આપ્યો હતો.
આચાર્ય સંઘે ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવીને સહયોગ માટે આપી ખાતરી
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્રારા જળસંચય અને પર્યાવરણ જાગૃતિના ઉમદા હેતુસર આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ ડો. કુમાર વિશ્વાસની પાવનકારી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના આમંત્રણ અર્થે ટ્રસ્ટના અગ્રણીઓએ ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્ય સઘં સાથે આમંત્રણ સમારોહનું આયોજન કયુ હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષેાથી સૌરાષ્ટ્ર્ર અને ગુજરાતમાં જળ સંરક્ષણ અને જળક્રોત પુનર્જીિવત કરવા જેવી પ્રવૃત્તિઓ દ્રારા સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યું છે, જેનો પરિચય આપી ટ્રસ્ટે આચાર્ય સંઘને ભાવભયુ આમંત્રણ પાઠવ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આ ઉમદા ઉદ્દેશ્ય અને આમંત્રણને ગ્રાન્ટેડ સ્કૂલ આચાર્ય સંઘે સન્માનપૂર્વક સ્વીકાયુ હતું. સંઘના અગ્રણીઓએ ટ્રસ્ટની સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓને મુકત કંઠે બિરદાવી હતી અને ખાતરી આપી હતી કે આચાર્ય સઘં આ કથાના આયોજનમાં તન, મન અને ધનથી સંપૂર્ણ સહાય અને સહયોગ આપશે. સંઘના સભ્યોએ ટ્રસ્ટના જળસંચયના મિશનમાં સક્રિય ભાગીદારી નોંધાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યકત કરી હતી.