BREAKING NEWS

તાઈપેઈમાં હુમલાખોરે ચાકુ અને સ્મોક ગ્રેનેડથી મચાવી તબાહી, 3 ના મોત અને 11 ઘાયલ

  • December 20, 2025 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઈવાનની રાજધાની તાઈપેઈનું વ્યસ્ત શોપિંગ ડિસ્ટ્રિક્ટ શુક્રવારે લોહીલુહાણ થઈ ગયું હતું. એક માથાભારે હુમલાખોરે ભીડભાડ વાળા વિસ્તારમાં ઘૂસીને સ્મોક ગ્રેનેડ અને ચાકુ વડે નિર્દોષ લોકો પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક ઘટનામાં 3 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.


રોઇટર્સ દ્વારા મેળવવામાં આવેલા વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે, હુમલા બાદ ઈમરજન્સી સેવાઓ તુરંત કાર્યરત થઈ ગઈ હતી. પેરામેડિક્સ રસ્તા પર જ ઘાયલોને સીપીઆર (CPR) આપી રહ્યા હતા અને ડઝનબંધ પોલીસ વાહનોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આસપાસના લોકો ભયભીત અવસ્થામાં આ દ્રશ્યો જોઈ રહ્યા હતા.


હુમલાખોરનું મોત
પોલીસે શનિવારે (20 ડિસેમ્બર) સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, હુમલાખોરની ઓળખ 27 વર્ષીય ચાંગ વેન તરીકે થઈ છે, જે ઉત્તર તાઈવાનના તાઓયુઆન શહેરનો રહેવાસી હતો. શુક્રવારે સાંજે પોલીસ જ્યારે તેનો પીછો કરી રહી હતી, ત્યારે તે એક બિલ્ડિંગ પરથી નીચે પડ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરે આ કાંડ એકલા હાથે જ અંજામ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application