બાળકો તેને ભૂખ લાગી છે તે સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતા નથી. તેથી, માતાપિતાએ તેમના વર્તન અને સંકેતો પર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે આ બાબતને વિગતવાર સમજીએ.નાના બાળકો બોલીને પોતાની ભૂખ કહી શકતા નથી, તેથી તેઓ પોતાના શરીરના હાવભાવ (સંકેતો) દ્વારા ભૂખ લાગી હોવાનું દર્શાવે છે.
બાળકને વધારે ભૂખ લાગે તે પહેલાં આવા લક્ષણો દેખાય છે
માથું ફેરવવું
બાળક પોતાનું મોં ખુલ્લું રાખીને સ્તન કે બોટલની શોધમાં માથું આમ-તેમ ફેરવે છે.
હાથ મોંમાં નાખવો
બાળક પોતાની આંગળીઓ, અંગૂઠો કે આખો હાથ ચૂસવા લાગે છે.
મોંના હાવભાવ
બાળક હોઠ ચાટે છે, જીભ બહાર કાઢે છે અથવા ચૂસવા જેવો અવાજ કરે છે
શરીર અક્કડ કરવું
બાળક ગુસ્સામાં પોતાના હાથ-પગ ખેંચે છે અથવા પીઠ પાછળની તરફ વાળે છે.
ચીડિયાપણું
બાળક સતત બેચેન રહે છે અને રડી-રડીને તેનું શરીર લાલ થઈ જાય છે.
ઉપાય
બાળક ખૂબ રડતું હોય તો પહેલા તેને શાંત કરો, ત્યારબાદ જ દૂધ પીવડાવો. રડતા બાળકને દૂધ પીવડાવવાથી તે ગૂંગળાઈ શકે છે.
બાળકને સમયસર ખોરાક આપવો કેમ મહત્વપૂર્ણ છે?
સમયસર ખોરાક આપવાથી તમારા બાળકને ઉર્જા, પ્રોટીન, વિટામિન્સ અને અન્ય આવશ્યક પોષક તત્વો મળી રાહે છે. તેમજ તે શારીરિક અને માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તેમને સક્રિય રહેવામાં મદદ કરે છે.
નિયમિત ભોજન તમારા બાળકની ખાવાની આદતો સુધારવામાં મદદ કરે છે. આ યોગ્ય વજન અને ઊંચાઈ વિકસાવવામાં મદદ કરે છે અને કુપોષણનું જોખમ ઘટાડે છે. બાળક ઉર્જાવાન રહે છે.
જો તમારું બાળક લાંબા સમય સુધી ખાવાનો ઇનકાર કરે છે, વજન વધતું નથી, તો ડૉક્ટરનો સંપર્ક કરવો.