કોટડાસાંગાણી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મામલતદારને રજૂઆત
કોટડાસાંગાણી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મામલતદારને રજૂઆત
May 30, 2026 09:28 AM
કોટડાસાંગાણી તા. પ્રા. શિક્ષક સઘં દ્રારા વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકોને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે મામલતદારને લેખિતમાં ઉગ્ર અને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકોને વહીવટી કારણોસર ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દૂરના અંતરે ફાળવાયેલ બ્લોક શિક્ષકોને તેમના હેડ કવાર્ટરથી ૨૦ કિમીથી વધુ દૂર ફાળવવામાં આવ્યા છે, જે બદલીને નજીક કરવા માંગ કરાઈ છે. ખાસ કરીને મહિલા શિક્ષિકા બહેનોને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને તેમના બ્લોકમાં ફેરફાર કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.એક શિક્ષકને એક કરતા વધુ બ્લોક ફાળવવામાં આવ્યા છે, જેને કારણે કામગીરીનું ભારણ વધ્યું છે, આ અંગે પુન:વિચાર કરવા અપીલ કરવામાં આવી છે. વસતી ગણતરી માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ એપ્લિકેશન કે પોર્ટલમાં આવતી ટેકનિકલ મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગણી કરાઈ છે. શૈક્ષણિક કાર્ય શ થઈ ગયું હોવાથી, વસતી ગણતરીની કામગીરી દરમિયાન શિક્ષકોને ઓન ડુટી ગણીને યોગ્ય ઓર્ડર કરવામાં આવે તેવી સૂચના આપવા રજૂઆત કરવામાં આવી હતી.શિક્ષક સંઘની રજૂઆત સાંભળીને મામલતદારએ સકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને શિક્ષકોની તમામ મુશ્કેલીઓનું વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી