ડિપ્લોમા એન્જીનિયરીંગના પરિણામમાં ફરી એક વખત જાંબુડાની ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટનું ઝળહળતું પરિણામ

  • April 24, 2024 12:16 PM 

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર-202૩ માં લેવાયેલ ડિપ્લોમા પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં જી.ટી.યુ. નુ ઓવરઓલ પરિણામ 25.50% હતું.


આ સાથે ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા 33.63% પરિણામ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ દ્વિતીય સ્થાન, કેમિકલ બ્રાન્ચ તૃતિય સ્થાન તથા મેકેનિકલ બ્રાન્ચદ્વારા ચોથા સ્થાન પ્રાપ્ત કરી સિદ્ધિમેળવી છે. જેમાં ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટની મેકેનિકલ બ્રાન્ચમાં ખેતાણી નમન ૯.૩૫ એસપીઆઇ સાથે પ્રથમ ક્રમાંકે, કેમિકલ બ્રાન્ચમાં ભટ્ટ અનિકેત ૯.૨૬એસપીઆઇ સાથે દ્વિતીય ક્રમાંકે અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં રાઠોડ ઘનશ્યામ ૯.૧૦ એસપીઆઇ સાથે તૃતિય ક્રમાંકે સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.


આ પહેલા પણ જી.ટી .યુ.ના વર્ષ -2021 અને વર્ષ-2018 ના SPI WISE પરિણામમાં જી.ટી.યુ. સંલગ્ન ગુજરાતની તમામ ડિપ્લોમા કોલેજમાં ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ દ્વારા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવાની સફળતા મળેલ છે. તેમજ જી.ટી.યુ. દ્વારા લેવાયેલ વિવિધ સત્રની પરીક્ષાઓમાં અત્યાર સુધીમાં અનેક વખત TOP 10 માં ક્રમાક પ્રાપ્ત કરેલ છે.


વિધ્યાર્થીઓએ મેળવેલી સફળતા માટે ટ્રસ્ટીશ્રી જેરામ ભાઈ વાસજાડીયા,બાબુભાઇ ઘોડાસરા,રમેશભાઈ રાણીપા તથા કેમ્પસ ડિરેક્ટર કેશુભાઈ ઘેટીયા દ્વારા પ્રિન્સિપાલ પિયુષભાઈ કાનાણી તથાતમામ સ્ટાફગણ અને વિધ્યાર્થીઓને  શુભેચ્છા બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application