ઉત્તરાના ગર્ભને બચાવવા કૃષ્ણએ સર્વસ્વ હોડમાં મૂક્યું

  • November 03, 2023 01:19 PM 

અભિમન્યુનું શ્રાધ્ધ હસ્તિનાપુર અને દ્વારકા બંનેમાં થયું. પતિના વિયોગમાં તડપતી ઉત્તરાના ગર્ભમાંનું બાળક પણ પોષણ નહીં મળવાથી ક્ષીણ થવા માંડ્યું. મહાભારતમાં નોંધાયું છે કે અભિમન્યુના શોકથી આર્ત ઉત્તરા ઘણા દિવસો સુધી કશું ખાઇ શકી નહીં એટલે તેની દશા ખૂબ જ ક‚ણ થવા માંડી અને તેથી તેના ઉદરમાંનો ગર્ભ પણ ક્ષીણ થવા માંડ્યો. ઉત્તરાની આ સ્થિતિથી વાકેફ વેદ વ્યાસ હસ્તિનાપુર ગયા અને ઉત્તરાને સાંત્વના આપી. અશ્ર્વત્થામાના બ્રહ્માસ્ત્રના પ્રભાવથી બાળક મૃત્યુ પામશે એવી ચિંતા દૂર કરવા માટે વેદ વ્યાસે ઉત્તરાને સમજાવ્યું કે કૃષ્ણના તેજથી અને મારા આશિર્વાદથી તારો આ પુત્ર જીવશે અને પૃથ્વી પર લાંબો સમય રાજ કરશે. ધમર્ર્રાજ યુધિષ્ઠિ ર અને અર્જુનની હાજરીમાં વ્યાસે કૃષ્ણની મહત્તા સ્થાપિત કરતાં કહ્યું કે, અગાઉ કૃષ્ણએ જે કહ્યું તે સત્ય થશે, એટલે તમારે શોક કરવાની જ‚ર નથી. વ્યાસે પાંડવોને ઉત્તરાના ગર્ભની ચિંતા છોડીને અશ્ર્વમેઘ માટે જ‚રી ધન મેળવવા માટે હિમાલય જઇને અગાઉના સમયમાં મ‚ત રાજાએ દાટેલો લખલૂટ ખજાનો લઇ આવવા સુચન કર્યું. પાંડવો વિશાળ કાફલા સાથે હિમાલય ગયા અને શિવને સંતુષ્ટ કરીને મરુત રાજાનો ખજાનો લેવા માટે ગયા.


નવ મહિને જયારે ઉત્તરાને પ્રસુતિ આવશે ત્યારે પોતે ત્યાં ઉપસ્થિત રહેવું પડશે એ કૃષ્ણને સમજ હતી એટલે દ્વારકામાં થોડો સમય રહ્યા પછી કૃષ્ણ ફરી સુભદ્રા અને સાત્યકિની સાથે હસ્તિનાપુર આવ્યા સાથે પ્રદ્યુમન, ચા‚દેષ્ણ, સામ્બ, ગદ, કૃતવર્મા, સારણ, વીર, નિશઠ અને ઉલ્મુક વગેરે યાદવવીરોને પણ લાવ્યા. કૃતવર્મા કૌરવો તરફથી લડ્યો હતો અને યુધ્ધમાં કૌરવપક્ષના જે ચાર વ્યક્તિ બચ્યા હતાં તેમાંનો એક હતો. અશ્ર્વત્થામા, કૃપાચાર્ય, કૃતવર્મા અને સંજય યુધ્ધમાંથી બચી ગયા હતાં. પાંડવોની ગેરહાજરીમાં ધૃતરાષ્ટ્ર, વિદુર અને યુયુત્સુએ કૃષ્ણનું સ્વાગત કર્યું. કૃષ્ણ તેમના સાથીઓ સાથે હસ્તિનાપુરમાં જ રહેવા માંડ્યા. થોડા જ દિવસોમાં ઉત્તરાને પૂરા મહિને પુત્ર અવતર્યો પણ મૃત જનમ્યો. પુત્રનો જન્મ થયો છે એવી જાહેરાત થતાં જ હર્ષના અવાજોેથી દીશાઓ ભરાઇ ગઇ. પણ, પુત્ર મૃત જનમ્યો છે એવું જાણવા મળતાં જ બધા સ્તબ્ધ થઇ ગયા. સમાચાર સાંભળીને કૃષ્ણ વ્યાકુળ ચિત્ત અને વ્યથિત ઇન્દ્રિયો સાથે અંત:પુરમાં સાત્યકિની સાથે પ્રવેશ્યા. સામાન્ય જ નહીં, અસામાન્ય સંજોગોમાં પણ કૃષ્ણ વ્યથિત થાય નહીં, વ્યાકૂળ થાય નહીં. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ કૃષ્ણ નિષ્ફીકર હોય અને તેના મુખ પર સ્મિત હોય. પણ, ઉત્તરાનો પુત્ર મૃત જનમ્યો છે તે સાંભળ્યા પછી કૃષ્ણ વ્યાકૂળ થઇને ઉત્તરા પાસે પહોંચ્યા. અભિમન્યુનો પુત્ર બચે અને પાંડવોનો વંશ ચાલતો રહે તે કૃષ્ણ માટે પણ અગત્યનું હતું.
કૃષ્ણ દોડો, દોડો એવું પોકારી રહેલી કુંતિએ તેમને આવતા જોઇને આર્ત સ્વરે જે વિનંતિ કરી તે કૃષ્ણ તરફની તેમની ભક્તિને દર્શાવનાર છે: ‘તમારા કારણે જ દેવકી પૂત્રવતી કહેવાય છે. તમે જ અમારું એકમાત્ર આશ્રયસ્થાન છો. તમારા ભાણેજ અભિમન્યુનો પુત્ર અશ્ર્વત્થામાના અસ્ત્રને કારણે મૃત જનમ્યો છે. હે કેશવ તમે તેને જીવતો કરો. અશ્ર્વત્થામાએ જયારે બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ પર છોડ્યુંં ત્યારે તમે પ્રતિજ્ઞા કરી હતી કે જો અભિમન્યુનો પુત્ર જો મૃત અવસ્થામાં જન્મશે તો પણ હું તેને જીવતો કરીશ. અભિમન્યુએ ઉત્તરાને કહ્યું હતું કે તારો પુત્ર મારા મામાના કૂળમાં જવાનો છે. યાદવકુળમાં જઇને તે શસ્ત્રવિદ્યા અને નીતિશાસ્ત્ર શીખશે. હે કૃષ્ણ, અભિમન્યુએ જે કહ્યું હતું એ સાચું જ પડશે એવું ઉત્તરા માને છે. તમે આ મૃત બાળકને જીવિત કરો.’ કૃષ્ણના ફોઇ હોવા છતાં, કુંતી તેમના અનન્ય ભક્ત હતાં. સામાન્ય રીતે સ્વજનો અને સગાંઓ ભક્ત બની શકે નહીં. તેને પોતાનો સંબંધ હંમેશા આડે આવતો રહે.


કૃષ્ણને સૌથી સારી રીતે જાણનાર અમુક માણસોમાં દ્વોપદી, કુંતી અને સુભદ્રાનો સમાવેશ થાય. સુભદ્રાને ખાતરી હતી કે મારોે ભાઇ આ બાળકને જીવંત કરશે જ. તેણે જાણે બાળકનું નામાભિધાન કરતી હોય તેમ કહ્યું: અર્જુનનો આ પૌત્ર ગતાયુ થયો તેનાથી કુ‚કુળ પરિક્ષીણ થયું છે. જયારે અશ્ર્વત્થામા ઉત્તરાના ગર્ભની હત્યા કરી રહ્યો હતો ત્યારે તમે કહેલું કે હે નરાધમ અશ્ર્વત્થામા, અર્જુનના પૌત્રને જીવન બક્ષીને હું તારી અભિલાષા નિષ્ફળ બનાવીશ. તમારું આ વચન સાંભળીને તથા તમારી શક્તિને ઓળખીને વિનંતી કરું છું કે આ બાળકને સજીવન કરો. તમે જીવતા હો છતાં જો અભિમન્યુનો પુત્ર જીવતો ન થાય તો તમારાથી મને શો લાભ ? તમે તમારું વચન પૂર્ણ કરીને જો આ બાળકને જીવતો નહીં કરો તો હું તમારી સામે જ પ્રાણનો ત્યાગ કરીશ. તમે જો ઇચ્છો તો ત્રણે લોકના જીવોને જીવાડવા માટે સક્ષમ છો. તમારા માટે આને જીવતો કરવો એ જરાય મુશ્કેલ કામ નથી. તમારા પ્રભાવને હું જાણું છું. મને બહેન સમજીને અથવા તમારા શરણે આવી છું એમ સમજીને મારા પર દયા કરો.’ બધાની વિનંતિનો કૃષ્ણએ માત્ર એક જ શબ્દમાં જવાબ આપ્યો તથેતિ. તેમ જ થશે. પ્રસુતિ ખંડમાં ચારે બાજુ રક્ષોધ્ન દ્રવ્યોે મૂકેલાં હતાં, રક્ષોધ્ન સૂકતોનો પાઠ થઇ રહ્યો હતો. શ્રી કૃષ્ણને આવતા જોઇને દ્રોપદીએ ઉત્તરાને કહ્યું, ‘તારા સસરા, પ્રાચીન ઋષિ અચિંત્યાત્મા, અજેય એવા મધુસુદન આવી રહ્યા છે. ઉત્તરાએ પોતાન વસ્ત્રો સરખાં કર્યા, ‚દનને રોકયું, આંસુ ખાળ્યા. કુંતી, સુભદ્રા, ઉત્તરા બધાએ કૃષ્ણને અભિમન્યુના મૃત પુત્રને જીવતો કરવા વિનંતિ કરી હતી, દ્રોપદીને આવી વિનંતી કરવાની પણ આવશ્યકતા લાગતી નહીં કારણ કે કૃષ્ણને સમજતી હતી. તેને ખાતરી હતી કે કૃષ્ણ પરિક્ષિતને જીવતો કરશે. દ્રોપદીની મુશ્કેલીઓમાં કૃષ્ણ સદા સાથે રહ્યા હતાં અને કૃષ્ણ કેશવને યથાર્થપણે ઓળખાતી હતી એટલે એને રતીભાર પણ સંદેહ નહોતો. ઉત્તરા વધુ સમય ‚દન રોકી શકી નહીં, છાતીકુટ વિલાપ કરવા માંડી. ઉત્તરાનો વિલાપ સાંભળી કૃષ્ણ જળનો સ્પર્શ કરી, આચમની લઇને બ્રહ્માસ્ત્રને પાછું વાળવા માંડ્યા.
​​​​​​​
બાળકને જીવનદાન આપવા માટે કૃષ્ણએ પોતાની સમગ્ર પ્રતિષ્ઠ ા, સર્વસ્વ હોડમાં મૂકી દીધું. પરિક્ષિતને જીવતો કરવાની પ્રતિજ્ઞા લઇને જાણે આખા બ્રહ્માંંડને સંભળાવતા હોય એવા પહાડી અવાજે તેમણે કહ્યું: ‘ઉત્તરા, હું અસત્ય બોલતો નથી. મેં જે કહ્યું છે તે સત્ય થશે. બધા દેહધારીઓને દેખતા હું આ બાળકને જીવાડું છું.’ આમ કહીને કૃષ્ણએ જે દુહાઇઓ આપી તે તેમના જીવનના સાર‚પ છે. એમા ઘણી વાતો પછીથી ઉમેરાઇ હશે, મહાભારતમાં નથી વર્ણવાઇ પણ ખૂબ જ સાર્થક છે. કૃષ્ણએ કહ્યું: ‘જો મેં કયારેય હસી મજાકમાં કે સ્વેચ્છાથી પણ મિથ્યા વર્તન ન કયું હોય તો આ બાળક જીવતો થાઓ. જો મને ધર્મ અને બ્રાહ્મણો પ્રિય હોય તો અભિમન્યુનો આ પુત્ર જીવતો થાય. જો મેં અર્જુનનો વિરોધ કરવાનું કયારેય વિચાર્યું ન હોેય તો સત્યના આધારે બાળક જીવતો થાય. સત્ય અને ધર્મનું મેં સદા પાલન કર્યું હોય તો બાળક જીવતો થાય. મેં કંસ અને કેશી દૈત્યને ધર્મપૂર્વક માર્યા હોય તો આ બાળક જીવતો થાઓ.
મહાભારતમાં કહેવાયેલી દુહાઇઓ છે. એ ઉપરાંત, અન્યત્ર એવી પણ દુહાઇ છે કે જો મેં આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યુ હોય, કયારેય જૂઠ ન બોલ્યો હોઉં તો બાળક જીવતો થાય. કૃષ્ણ આમ બોલ્યા ત્યાં બાળક ધીમે ધીમે સચેતન થવા માંડ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application